Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

પાટીદાર ચોક પાસેથી કૈલાશ પટેલ ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ વી. એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર એએસઆઇ હર્ષદસિંહ, જલદીપસિંહ વાઘેલા, કોન્સ. નગીનભાઇ, હીરેનભાઇ, અરજણભાઇ, તથા વીરેન્દ્રસિંહ જાડેજા સહિત વાહન ચેકીંગમાં હતાં. ત્યારે જલદીપસિંહ, નગીનભાઇ, હિરેનભાઇ તથા વિરેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે પાટીદાર ચોકમાંથી ૈકૈલાશ ગોરધનભાઇ ઉપાસરીયા (ઉ.ર૪) (રહે. સરીતા વિહારના પુલ પાસે મફતીયાપરા યુનિવર્સિટી રોડ મુળ ખાખરા તા. ટંકારા)ને ચોરાઉ બાઇક સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:49 pm IST)