Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

માળીયામીયાણાના મુસ્લિમ પરિવારના અકસ્માત કેસમાં લાખોનું વળતર મંજુર

રાજકોટ, તા.પઃ માળીયામીયાણાના મુસ્લિમ પરિવારને થયેલ અકસ્માત વળતરના કેસમાં ટ્રીબ્યુનલે કુલ ૧૭ લાખની રકમ ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ અકસ્માતની વિગત એવી છે કે, માળીયા મીયાણાના વવાણીયાના દાઉદભાઇ આમદભાઇ સોતા કે જેઓ ગત તા.૫-૭-૧૫ના રોજ ભચાઉના નાનીચીરઇ ગામ પાસે મો.સા.માં બેસીને જઇ રહ્યા હતા ત્યારે સાઇડમાંથી ટ્રક વાળાએ હડફેટે લઇ તેનુ મોત નીપજાવેલ અને આ મૃત્યુ બદલ વળતર મેળવવા માટે દાઉદભાઇ આમદભાઇ સોતાના વારસદારોએ રાજકોટની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં કલેઇમ કેશ કરેલ રાજકોટના એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી ટી.એસ.બ્રહ્મભટ્ટે દાઉદભાઇ આમદભાઇ સોતાની માસીક આવક રૂ.પ,પ૦૦/ માની તથા ૪૦ ટકા ૨૨૦૦ રૂ.ભવિષ્યની આવક ગણી એમ કુલ ૬,૭૦૦/ આવક માની કુલ રૂ.૧૨,૯૩,૦૦૦/ તેમજ સાડા ત્રણ વર્ષનું નવ ટકા વ્યાજ ૪,૦૭,૦૦૦/ અલગથી એમ કુલ રૂ.૧૭,૦૦,૦૦૦/ મંજુર કરેલ હોય અને આ વળતરની રકમ ૧ માસમાં ઉપરોકત ટ્રકની વીમાકું. એસ.બી.આઇ.જનરલ ઇ.કુા.ને અરજદારોને ચુકવી આપવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદારો તરફે રાજકોટના કલેઇમ ક્ષેત્રમાં એડવોકેટ શ્યામ જે.ગોહિલ તથા વાંકાનેરના વકીલશ્રી કપીલ વી.ઉપાધ્યાય રોકાયેલ હતા.

(3:45 pm IST)