Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

ટ્રાફીક પોલીસને તાલીમ માટે વિદેશમાં મોકલોઃ કાંબલીયા

રાજકોટ,તા.૫:ગુજરાત સરકાર દ્વારા રાજકોટ ટ્રાફિક પોલિસ શાખામાં ટ્રાફિક  નિયમન માટે ખુબ જ ઉમદા વિદેશી ટેકનોલોજીની ભેટ આપી છે. જેથી વિજ્ઞાન સાથે કાયદો અમલી બને અને લોકોના સુખાકારી માટે ખુબ જ આનંદની વાત છે. ટ્રાફીક પોલિસ તે શહેરનો અરિસો કહેવાય છે. ભુતકાળમાં અમુક ટ્રાફીક પાલિસને કારણે રાજકોટની ટ્રાફીક શાખાને લાંછન લગાડેલ હતુ ટ્રાફીક પોલિસની ફરજ ખુબ જ સરાહનીય છે. કારણકે તમામ રૂતુમાં તે કઠીન કામ લોકો સમક્ષ કરે છે. જયારે આવી સરસ કામગીરી સામે શહરેના ભાગોળાના વિસ્તારમાં ટ્રાફીક નિયમનને બદલે અમુક લોકો કાયદેસર કાયદાના ડર વગર ખુલ્લે આમ કોમર્શિયલ વાહનો તેમજ કોલેજના હજારો વિદ્યાર્થીઓ પાસેથી બિન કાયદેસર દલાલો મારફત પૈસાની ઉઘરાણી કરે છે. આવા અમુક લોકોને કારણે મહેનતું જવાનોને ભોગવવુ પડે છે. અને આખા પોલિસ બેડાની છાપ ખરડાય છે.

પોલિસ કમિશ્નરને મારી નમ્ર વિનંતી છે કે સરકાર પાસે એવી રજુઆત કરે કે ટ્રાફીક શાખામાં જેમની ખુબ જ સારી કામગીરી હોય તેવા સક્ષમ પોલિસ કોન્સ્ટેબલ તેમજ અધિકારીઓને અમેરીકા જેવા દેશોમાં આવી પ્રેકટીકલી તાલીમ તેમજ મુલાકાતે મોકલવામાં આવે તો ગુજરાત ભરમાં આ ટ્રેનીંગ પ્રાપ્ત કરેલ ટ્રાફીક પોલિસનો ડિપાર્ટમેન્ટમાં તેમજ લોકોને ખુબ જ લાભ મળે તેમજ ટ્રાફીકના લોકોને પ્રોત્સાહન પણ પ્રાપ્ત થાય તેમજ આવી નવી ટેકનોલોજી માટે લોકો સાથેનો વ્યવહાર પણ ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. તો જ સમાજને મદદરૂપ થઇ શકો માત્ર કાયદો લાગવાથી સમાજનો સુધારો થતો નથી. પરંતુ તેમાં લોકો જોડાય અને લોકોને પોલિસ પર વિશ્વાસ પ્રાપ્ત થાય ત્યારે જ આવી ''સ્પીડ ગન''નો સાચો ઉપયોગ ગણાશે.

(4:29 pm IST)