Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

આજી વસાહતમાં કલર બનાવવાની ફેકટરીમાં ભીષણ આગ લાગતા લાખોનું નુકશાન

આગમાં મશીનરી, કેમીકલનો જથ્થો તથા અન્ય ચીજવસ્તુઓ બળી ગઇ

રાજકોટ, તા.પ : આજી વસાહતમાં આવેલ ભારતીય પેટ્રોલીયમ નામની કલર બનાવવાની ફેકટરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતા ફાયરબ્રીગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. મળતી વિગત મુજબ આજી વસાહત મેઇન રોડ પાવર હાઉસ પાસે આવેલ ભારતીય પેટ્રોલીયમ નામની કેમીકલ કલર બનાવવાની ફેકટરીમાં આગ લાગતા નિરજભાઇ નામના વ્યકિતએ જાણ કરતા તથા કોઠારિયા, મવડી તથા બેડીપરા ફાયર બ્રિગેડના જમાદાર શૈલેષભાઇ જીંજુવાડીયા સહિતનો ફાયર સ્ટાફ ત્રણ ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં કાસ્ટીંગ માટે વપરાતો કેમીકલનો જથ્થો, મશીનરી ઇલેકટ્રીક વાયરીંગ બળી ગયા હતા. જાણ થતા ફેકટરી માલિક ત્રીલોકભાઇ શર્મા દોડી આવ્યા હતા. માલીકના જણાવ્યા મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે અને તેમાં લાખોનું નુકશાન થયુ હોવાનું જણાવ્યું હતું.

(4:28 pm IST)