Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

બ્ર.કુ. શિવાનીબેન અને સુરેશ ઓબેરોયનો રવિવારે રાજકોટમાં આધ્યાત્મિક વાર્તાલાપ

શનિવારે આગમન : રવિવારે સવારે પી.ડી.એમ. કોલેજમાં અને બાદમાં પ્રમુખ સ્વામી સભાગૃહમાં પ્રબુધ્ધજનોને સંબોધશે : સાંજે ડોકટરો માટે 'ફીલીંગ ઇઝ હીલંગ' કાર્યક્રમઃ આબુથી ડો. બનારસીભાઇ પણ આવશે : નિઃશુલ્ક કાર્યક્રમોનું રજીસ્ટ્રેશન ફુલ : સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા રાજયોગીની ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ

રાજકોટ, તા. ૫ : બ્રહ્મકુમારી દ્વારા આગામી તા.૮ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨:૩૦ સુધી પ્રમુખસ્વામી સભાગૃહ (કાલાવડ રોડ) ખાતે રાજકોટમાં વાર્તાલાપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર બ્રહ્માકુમારી શિવાનીબેન અને જાણીતા ફિલ્મ અભિનેતા સુરેશ ઓબેરોય દર્શકો સમક્ષ પ્રવચન કરશે. જેની કાર્યક્રમોની વિગત અને વકતાઓના વિગત રજૂ કરવામાં આવી છે.

રાજકોટ ખાતે બ્ર.કુ. શિવાનીબેન તથા સુરેશ ઓબેરોયનું આગમન - વિવિધ કાર્યક્રમો

- વર્તમાન તનાવ, ટેન્શન, નકારાત્મક તથા દોડધામભર્યા વાતાવરણમાં સકારાત્મક ચિંતન દ્વારા જીવનશૈલીનો સરળ માર્ગ બતાવવા બ્રહ્માકુમારીઝના આંતરરાષ્ટ્રીય જગતના સ્પીકર બ્ર.કુ.શિવાનીબેન તથા ભ્રાતા સુરેશ ઓબેરોયજી તા. ૭ એપ્રિલ શનિવારે સાંજ સુધી રાજકોટમાં આગમન કરશે.

 - તા. ૮ એપ્રિલ સવારે ૬ થી ૮ પી.ડી.એમ કોલેજ, ગોંડલ રોડ રાજકોટ ખાતે આયોજીત કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પ્રબુદ્ધજનો સાથે આધ્યાત્મિક વાર્તાલાપ કરશે.

- ત્યારબાદ સવારે ૧૦ થી ૧૨:૩૦ પ્રમુખ સ્વામી સભાગૃહ, સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે આયોજીત 'Creating My Destiny' કાર્યક્રમમાં ૪૦૦૦ થી પણ વધારે રાજકોટના ગણમાન્ય મહાનુભાવોને વકતવ્ય તથા ગહન અનુભૂતિ કરાવશે તથા ફિલ્મ એકટર સુરેશભાઇ ઓબેરોય પોતાના અનુભવથી સૌને પ્રેરણા આપશે. આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પીસ ઓફ માઇન્ડ ચેનલમાં પણ કરવામાં આવશે.

- ત્યારબાદ સાંજે પ થી ૭ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં ઇન્ડીયન મેડીકલ એશોસિએશન તથા બ્રહ્માકુમારીઝની મેડિકલ વિંગના સંલગ્ન અનુસંધાને ડોકટર આયોજીત Feeling is Healing કાર્યક્રમમાં ૧૦૦૦ થી પણ વધારે ડોકટર મિત્રોને લાભ આપશે.

-આ કાર્યક્રમમાં માઉન્ટ આબુથી બ્રહ્માકુમારીઝના મેડીકલ વિંગના સેક્રેટરી ડો.બનારસીભાઇ પણ ઉપસ્થિત રહેશે.

- નિઃશુલ્ક રીતે આયોજીત ઉપરોકત દરેક કાર્યક્રમોનું રજીસ્ટ્રેશન ફુલ થઇ ગયેલ છે. જેઓનું રજીસ્ટ્રેશન થઇ ગયેલ છે તે સૌને રજીસ્ટ્રેશન નંબર સાથે પંદર મિનિટ  પહેલા વહેલા તે પહેલાના ધોરણે સ્થાન લઇ લેવા અનુરોધ છે.

- કાર્યક્રમને સંપુર્ણ સફળ બનાવવા રાજયોગીની ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ સંપુર્ણ આયોજન થઇ રહ્યુ છે.

બ્ર.કુ.શિવાની બેન

- છેલ્લા રર વર્ષથી પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીની છે. તેઓ આદ્યાત્મિક જ્ઞાનના પ્રયોગો વ્યવહારીક  પ્રયોગો તથા પ્રાચીન રાજયોગ મેડિટેશન ગહન અભ્યાસી છે.

- તેઓ ૧૯૯૪માં પુણે યુનિવર્સીટીમાંથી ઇલેકટ્રોનીકસ એન્જીનીયરીંગમાં ગોલ્ડ મેડાલીસ્ટ તરીકે પદવી મેળવેલ છે. ત્યારબાદ બે વર્ષ સુધી ભારતીય વિદ્યાપીઠ કોલેજ ઓફ એન્જીનીયરીંગ પુણેમાં લેકચરર તરીકે સેવા આપી. ત્યારબાદ પુણેમાં પોતાની સોફટવેર ડેવલપમેન્ટ કંપનીની શરૂઆત કરી. હવે દિલ્હીમાં સ્થાયી થયેલ છે અને આધ્યાત્મિકતા દ્વારા માનવસેવામાં સંપુર્ણ સમય વિતાવે છે.

- તેઓને Women of thee Decade Achivers Awardથી સન્માનિત કરવામાં આવેલ છે.

- તેઓને Psychiatric Association  દ્વારા "Goodwill Ambassador"  તરીકે પ્રસ્થાપિત કરેલ છે.

- હાલમાં તેઓ આસ્થા, સોની, ઝી જાગરણ જેવા ચેનલ કાર્યક્રમોના સંકલનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ સાથે 'અવેકનિંગ વીથ બ્રહ્માકુમારીઝ' પ્રોગ્રામ દ્વારા પણ દર્શકોને ઇશ્વરીય જ્ઞાનથી લાભવિત કરી રહ્યા છે.

- તેઓ નિયમિતપણે તથા મોટા પાયે કોર્પોરેટ હાઉસ, કોલેજો, બેંક, ગર્વમેન્ટ તથા પબ્લિક સેકટરમાં કાર્યક્રમો આપે છે.

- કેટલીક નામી સંસ્થાઓ કે જેમા તેઓ નિયમિતપણે પ્રોગ્રામ આપે છે એ ટેલ્કો, થર્મેકક્ષ, મારૂતી, એસ્કોર્ટ, ઇફફકો, એન.એચ.પી.સી, ગોદરેજ, રીલેકક્ષો ફુટવેર, પારલે પ્રોડકટસ, હિંદુસ્તાન સીનર્જી, એસીયન પેઇન્ટ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઇર્ન્ફોમેશન ટેકનોલોજી (પુણે), ઇન્સ્ટીટયુટ ઓફ કવોલીટી (જયપુર) ઇત્યાદી છે. તેમને રોટરી કલબ, લાયન્સ કલબ ઇત્યાદી એન.જી.ઓ દ્વારા પણ નિયમિતપણે આમંત્રિત કરવામાં આવે છે.

- બ્રહ્માકુમારીઝ શિવાનીબેન નીચેના વિષયો પર ઇન્ટરેકટિવ ટ્રેનીંગ પ્રોગ્રામ તથા વર્કશોપ આપે છે જેમકે સ્ટ્રેસ ફ્રી લાઇફ સ્ટાઇલ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, આર્ટ ઓફ રાઇટ થિંકિંગ, લિવિંગ વેલ્યુઝ, એકસ્પ્લોરિંગ ઇન્નર પાર્વસ, સેલ્ફ રીયલાઇઝેશન, ઇફેકટિવ રીલેશનશીપ, પ્રેકટીકલ ટેકનીક ઓફ રાજયોગા મેડીટેશન

સુરેશ ઓબેરોય

- સુરેશભાઇ ઓબેરોય એ આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ભારતીય અભિનેતા છે. જેમણે ૨૫૦ થી વધારે ચલચિત્રોમાં પોતાની અભિનય કળા પ્રદર્શિત કરી છે.

- તેઓ બહુમુખી પ્રતિભાના ધની છે. જેમણે ઘણી ભાષાઓમાં  વ્યવહારિક જીવનમાં આધ્યાત્મિકતાને કેવી રીતે પ્રયોગમાં લાવવી તથા અભિવ્યકત કરવી એ તેઓનો દિલચસ્પ વિષય છે.

- પુરા જગતમાં આદ્યાત્મિકતાનું બીજારોપણ કરવું એ તેમના હદયની ઉંડી ઇચ્છા છે.

- મન તથા શરીરનો ઇલાજ તથા તેનો સુધાર કરવાનો એકમાત્ર  રસ્તો સાચા પ્રેમ તથા આનંદને મહેસુસ કરવો એ છે - એવુ તેઓનું દ્રઢપણે માનવું છે.

રાજયોગીની બી.કે.ભારતીદીદી

- માત્ર ૧૨ વર્ષની નાની વયે બ્રહ્માકુમારીઝ સંસ્થામાં વિશ્વસેવા અર્થે જીવન સમર્પિત કરી આપ છેલ્લા ૬૫ વર્ષથી રાજયોગાના ગહન અભ્યાસની સાથે કલકત્તા, મુંબઇ, બિહાર, વેસ્ટ બંગાળમાં સેવાઓ આપી વર્તમાન છેલ્લા ૫૦ વર્ષોથી રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રની સેવા પર ઉપસ્થિત છો.

- બ્રહ્માકુમારીઝ વિદ્યાલયના સંસ્થાપક તથા પરમાત્મા શિવના સાકાર માધ્યમ પ્રજાપિતા બ્રહ્માબાબાના અંગ-સંગ રહેનાર આપ સગા ત્રણેય બહેનોએ આ વિદ્યાલયમાં જીવન સમર્પિત કર્યુ તે આપના જીવનની શ્રેષ્ઠ સિદ્ધિ કહી શકાય.

 - બ્રહ્માકુમારીઝ વિદ્યાલયની ભગિની સંસ્થા રાજયોગ શિક્ષા અને શોધ પ્રતિષ્ઠાન અંતર્ગત વ્યાપાર અને ઉદ્યોગક્ષેત્રના આપ ગુજરાત ઝોનના વર્તમાન કો-ઓર્ડીનેટર છો.

- આકાશવાણી પરથી પ્રોગ્રામ રત્નકણિકામાં વર્તમાનત્રો તથા સમય પ્રતિસમય ટી.વી.માં પણ આપના વિવિધ વિષય પર પ્રવચનો, આર્ટીકલ્સ, ઇન્ટરવ્યુ વગેરે રજૂ થયા છે.

- વર્ષ ૨૦૦૧ સંયુકત રાષ્ટ્રસંઘના 'કલ્ચર ઓફ પીસ'ના પ્રોજેકટમાં વધારેમાં વધારે શાંતિના યોગદાન બદલ સમસ્ત ભારતમાં ગુજરાત પ્રથમ સ્થાને આવેલ જેમાં ગુજરાતમાં રાજકોટ બીજા સ્થાને આવેલ તે બદલ આપને પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે.

- આપના સતત પુરૂષાર્થ તથા વિશિષ્ટ માર્ગદર્શન હેઠળ ઇન્ડસ્ટ્રીઝમાં મેનેજમેન્ટના કોર્ષ કરવાના ઉદ્દેશ્ય સાથે ૧૯૯૪માં આયોજીત રાજકોટ થી મુંબઇ સુધીની કાર યાત્રાને ખુબ જ સફળતા મળી હતી.

- આપે સમસ્ત રાજકોટના ખુણે - ખુણે વિવિધ ક્ષેત્રોમાં વિવિધ વિષયો જેવા કે, 'મહિલાજાગૃતિ', 'યુવા ઉત્થાન', 'વ્યસનમુકિત' વગેરે પર અનેક પ્રવચનો કરી અનેકોના માર્ગદર્શક બન્યા છો.

- વર્તમાન હરણફાળ દોડમાં લોકોને માનસિક શાંતિ અર્થ સતત ચિંતનશીલ બની અનેક નવા - નવા  મેગા પ્રોજેકટ શાંતિ અર્થે ગ્લોબલ ફેસ્ટીવલ, શિવ દર્શન મેળો, ફયુચર ઓફ પાવર વગેરેના સફળ આયોજન કરી અનેકો માટે માર્ગદર્શક બની રહેલ છે.

બ્રહ્માકુમારીઝ સંસ્થાનો પરિચય

- પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આધ્યાત્મિક મુલ્યો પર આધારિત એક માત્ર શૈક્ષણિક સંસ્થા છે. ૧૯૩૬માં સ્વયં નિરાકાર પરમપિતા પરમાત્માના સાકાર માધ્યમ દ્વારા સ્વયં આદીદેવ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સ્થાપના થઇ.

- એક નાનકડા બીજમાંથી લઇ વિશાળ વટ-વૃક્ષ બની વિશ્વના ૧૩૭ દેશોમાં ૮૮૦૦  થી પણ વધારે સેવાકેન્દ્રો આવેલ છે. જેમાં ૧૦ લાખથી પણ વધારે ભાઇ-બહેનો નિયમિત ઇશ્વરીય જ્ઞાન, સહજ રાજયોગ, દૈવીગુણોની ધારણા અને નિઃસ્વાર્થ સેવા દ્વારા પોતાના જીવનને શ્રેષ્ઠ અને ઉંચુ બનાવી રહ્યા છે. વિદ્યાલયના મુખ્ય પ્રશાસિકા દીદી જાનકીજી જેઓ ૧૦૩ વર્ષની ઉંમરે સુચારૂ રૂપથી સંચાલન કરી રહ્યા છે.

આ વિશ્વ વિદ્યાલય દ્વારા શ્રેષ્ઠ સમાજના નિર્માણ તથા ભિન્ન - ભિન્ન વર્ગ અને વ્યવસાયના લોકોની સેવા કરવા હેતું Rajyoga & Reserch Foundation  અંતર્ગત વિવિધ પ્રભાગ જેમકે, વૈજ્ઞાનિક અને એન્જીનિયરો, ચિકિત્સક, આદ્યાપક, વ્યાપારી અને ઉદ્યોગપતિ, મહિલા, યુથ વગેરે બનાવવામાં આવ્યા છે.

જેમના દ્વારા અનેક લોક ઉત્થાનની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

બાળકો માટે : બાલ વ્યકિતત્વ વિકાસ કેમ્પ, આંતરીક કૌશલ્ય જાગૃત કરવા સ્પર્ધાઓ, યુથ માટે : સદ્દભાવના યુવા દોડ, સાયકલ યાત્રાઓ, શિક્ષણ જગત માટે : મૂલ્ય નિષ્ઠ શિક્ષણ કોર્ષ, મેમરી મેનેજમેન્ટ કોર્ષ, મહિલાઓ માટે : નારી સુરક્ષા અભિયાન, મહિલા સેમીનાર

આ સંસ્થા સંયુકત રાષ્ટ્રસંઘ UNOની  ગેર સરકારી સદસ્ય છે તથા યુનીસેફના ECOSOC (Economic & Social Council)  પરિષદની સલાહકાર સદસ્ય પણ છે. આ સંસ્થાને સંયુકત રાષ્ટ્ર  સંઘ (UN) દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિપથથી સન્માનિત કરવામાં આવી છે અને પ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ એનાયત  કરવામાં આવેલ છે.

(4:32 pm IST)