Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

મેડીકલ ફેકલ્ટીમાં સંઘના નામે ડીંડક ચલાવતા જૂથને લપડાકઃ બે ઉમેદવારે દાવેદારી પરત ખેંચી

કાર્યકારી કુલપતિ ડોડીયા અને માજી કુલપતિ ચૌહાણને ભાજપના ડો. ભાવીન કોઠારીની લપડાક

રાજકોટ, તા., ૫: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેેડીકલ ફેકલ્ટીમાં વર્ચસ્વ જમાવવા ભાજપ અને સંઘ સામસામે આવી ગયા છે. વાસ્તવમાં સંઘ કદી સક્રિય રીતે ચુંટણીમાં રસ લેતું નથી. ત્યારે સંઘના નામે લાકડાની તલવાર વિંઝનાર એક તબીબને લપડાક મળી છે.

જાણવા મળતી વિગતો મુજબ મેડીકલ ફેકલ્ટીના પ બોર્ડની રચના કરવા માટે મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના સભ્ય અને સીન્ડીકેટ સભ્ય ડો. ભાવીન કોઠારીએ તમામ તબીબોનું સંકલન સાધી બોર્ડની રચના કરી રહયા છે. ત્યારે માજી કુલપતિ  ડો. પ્રતાપસિંહ ચૌહાણ અને કાર્યકારી કુલપતિ  ડો. કમલ ડોડીયાએ સંઘના નામે પ્રથમ ઉમેદવાર જાહેર કર્યા બાદ વિરોધ ઉઠતા હવે વ્યકિતગત ઉમેદવાર હોવાનો રાગ અપનાવ્યો છે.

આજે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે  કુલપતિ ડો.કમલ ડોડીયા અનેમાજી કુલપતિ  ડો.પ્રતાપસિંહ ચૌહાણે ઉભા રાખેલ ઉમેદવાર ડો.સંજયભાઇ મહેતા અને ડો.રાજેશભાઇ ચચાએ ઉમેદવારી પરત ખેંચી છે.

ડો. ભાવીન કોઠારીના જુથે ચૌહાણ અને ડોડીયાની જોડીને જબ્બર લપડાક મારી છે. (૪.૨૨)

(4:27 pm IST)