Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

રેસકોર્ષ વ્યાયામ શાળાના જગદીશભાઇ પદવાણી સેવા નિવૃત્ત : અનેક કસરત બાજો તૈયાર કર્યા

હનુમાન જયંતિએ ભવ્ય વિદાય સમારોહ સંપન્નઃ અધિકારીઓ-પદાધિકારીઓ-કોર્પોરેટરશ્રીઓ તથા મહાનુભાવો દ્વારા શુભેચ્છા

રાજકોટ, તા.પ : શહેરના રેસકોર્ષ સંકુલમાં આવેલ કોર્પોરેશન સંચાલિત વ્યાયામશાળાના કોચ જગદીશભાઇ પદવાણી સેવા નિવૃત થતા તેમનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ પુષ્પગુચ્છ તેમજ શાલ અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત રેસકોર્ષ વ્યાયામ શાળામાં ફરજ બજાવતા અને તેમના કાર્યકાળ દરમ્યાન અનેક કસરત બાજો તૈયાર કરનાર જગદીશભાઇ પદવાણી ૧૯૯૨ ની સાલથી અવીરત ૨૦૧૮ ના માર્ચ મહિનાની ૩૧ તારીખે હનુમાન જયંતિના દિવસે સેવા નિવૃત થતાં તેમનો ભવ્ય વિદાય સમારોહ માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડીયમમાં આવેલ રેસકોર્ષ વ્યાયામ શાળામાં યોજાયો હતો.આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, ડે. કમિશ્નનરશ્રી નંદાણી, આરોગ્ય સમિતી ચેરમેન મનીષભાઇ રાડીયા, વોટર વકર્સ કમીટીના ચેરમેન દલસુખભાઇ જાગાણી, પૂર્વ કોર્પોરેટર અને પોલીસ આવાસ યોજનાના ડાયરેકટર ધર્મેન્દ્રભાઇ મિરાણી,  પૂર્વ બંદર મંત્રી ઉમેશભાઇ રાજયગુરૂ, પૂર્વ ડે.મેયર ભરતભાઇ મકવાણા, ડી.વાયએસપી શ્રી ઝાલા તથા રીટાયર્ડ પોલીસ અધીકારી દિગુભા વાઘેલા, ચીફ ઓડીટરશ્રી ઠાકોર તેમજ વ્યાયામ શાળાના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહી શુભેચ્છા પાઠવી છે.

(4:27 pm IST)