Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

કોંગ્રેસના વિરોધ પ્રદર્શન સામે ભાજપનું વિરોધ પ્રદર્શન

 ગુજરાતને વર્ષો સુધી નર્મદાનું પાણી ન મળે તે માટે મેઘા પાટકરે નર્મદા યોજનામાં રોડા નાખ્યા હતા. આજે પણ નર્મદા યોજનાનું સ્વપ્ન 'સૌની યોજના' સાકાર થયુ છે ત્યારે કોંગ્રેસના નેતાઓ હલકી કક્ષાના નિવેદનો કરી પોત પ્રકાશતા તેમના વિરોધ પ્રદર્શન સામે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાની હેઠળ કોર્પોરેશન ચોકમાં પ્રતિ વિરોધ પ્રદર્શન કરાયુ હતુ. શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા ઉપસ્થિત રહેલ. તેમજ પ્રફુલ્લ કાથરોટીયા, મનીષ ભટ્ટ, કંચનબેન સિધ્ધપરા, દિવ્યરાજસિંહ ગોહિલ, વિક્રમ પુજારા, રઘુ ધોળકીયા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, અશોક લુણાગરીયા, સુરેન્દ્રસિંહ વાળા, નીતિન ભુત, માધવ દવે, પ્રદિપ ડવ, નિલેશ જલુ, ડો. દર્શીતાબે શાહ, પુષ્કર પટેલ, રાજુ અઘેરા, નેહલ શુકલ, કાનાભાઇ ડંડૈયા, ઘનશ્યામ કુગશીયા, દુષ્યંત સંપટ, જીતુ સેલારા, વી. એમ. પટેલ, રજનીભાઇ ગોલ વગેરે પણ સાથે જોડાયા હતા.

(4:26 pm IST)