Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

વોર્ડ નં.૧૦ માં સફાઇના અભાવે ગંદકીના ગંજઃ કોગ્રેસ

''વનડે વનવોર્ડ''સફાઇ અભિયાન માડા કાગળ પરઃમનસુખભાઇ કાલરીયા

રાજકોટ, તા.૦૫: મુનિ.કોપોરેશન દ્વારા શહેરમાં વનડે વનવોર્ડ સફાઇ અભિયાન ચલાવાઇ રહ્યુ છે. પરતું આ કાર્યક્રમ માત્ર સ્વપ્રસિધ્ધ અને કાગળ ઉપર જ ચાલી રહયાનો આક્ષેપ વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરીયાએ કયું છે.

આ અંગે મનસુખભાઇ એ જણાયુ હતું કે ગઇકાલે જ વનડે વનવોર્ડ સફાઇ અંતર્ગત વોર્ડ નં.૧૦ નો વારો હતો. સફાઇ અભિયાનના દિવસે પણ વોર્ડ નં. ૧૦ ના આફ્રિકા કોલોની, રાવલનગર, શારદાનગર, જ્યોતિનગર ચોકથી પુષ્કધામ રોડ તરફના વિસ્તારો, સત્યસાંઇ રોડ પર આત્મીય કોલેજની દિવાલૅ પાસે વગેરે અનેક વિસ્તારોમાં કચરા-ગંદકીના ઢગલા આજે પણ જોવા મળે છે.

રામપાર્ક, પંચાયતનગર, શ્રીનિકેતન એપાર્ટમેન્ટ પાસે આજે પણ સફાઇ કાર્ય થયેલ નથી. બ્રહ્મસમાજ આસપાસ રોયલપાર્ક  શેરી-૨,૭,૫, મિલાપનગર, પદ્મનાભ ટાવર યુનિ. રોડ પાસે, નાનામવા રોડ શિવદષ્ટિ સોસાયટી જેવા વિસ્તારમાં ટીપર વેન આવતી જ નથી.

માત્ર કાર્યક્રમોની જાહેરાતોના બદલે વાસ્તવિંક કામો કરવા વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરીયાએ જણાવ્યું હતું(૨૨.૮) 

(4:26 pm IST)