Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

રાજકોટ માટે તમારૂ વિઝન, બીપીએમસી એકટની કલમ, નોટબંધી સહિતનાં પ્રશ્રો પુછાયાઃ જવાબમાં ગલ્લા તલ્લા

રાજકોટઃ  મ્યુ. કોર્પોરેશનમાં વર્ષોથી ખાલી પડેલી સીટી ઇજનેર (સ્પે) જગ્યા માટે આજે સવારે મેયર સહિતના પદાધિકારીઓની બનેલી 'ઓફિસર્સ સિલેકશન કમિટિ' દ્વારા  ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. સીટી ઇજનેરની ૧ જગ્યા માટે ૧૩ તથા ચીફ એકાઉન્ટની ૧ જગ્યા માટે ૧૧ ઉમેદવારોએ ઇન્ટરવ્યુ આપ્યા હતા. આ ઇન્ટરવ્યુમાં સીટી ઇજનેરો-ચીફ એકાઉન્ટનાં ઉમદેવારોને બીપીએમસી એકટની કઇ કલમો હેઠળ કામગરી, રાજકોટ માટે તમારૂ વિઝન , દેશમાં રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટ કયારથી બંધ કરાઇ? બેંકોની રાષ્ટ્રીય કરણ કયારે કરવામાં આવ્યુ ? મહાનગર પાલિકાનાં પ્રથમ મેયર કોણ સહિતનાં સવાલો પુછયા  હતા. આ ઇન્ટરવ્યુમાં કેટલાક ઉમદેવારોએ જવાબમાં ગલ્લા તલ્લા કર્યા હોવાનું સુત્રો જણાવ્યુ હતુ.

(4:25 pm IST)