Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

પરિણીતાને ફોન કરીને પજવતાં રોમીયોને સબક શીખવતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ તા. ૫: શહેરની એક પરિણીતાને છેલ્લા દસ-બાર દિવસથી ફોન કરી, મિસ્ડ કોલ કરી સતત હેરાન કરતાં એક શખ્સ વિરૂધ્ધ અરજી થતાં ક્રાઇમ બ્રાંચે આ રોમીયોને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ એક પરિણીતાના ફોન નંબર એક શખ્સે કોઇપણ રીતે મેળવીને તેને મિસ્ડ કોલ કરવાનું શરૂ કર્યુ હતું. બાદમાં ફોન કરીને પણ હેરાન કરવાની શરૂઆત કરી હતી. પરિણીતાએ પોતાના પતિને જાણ કરતાં તેણે પોતાની રીતે આ શખ્સને સમજી જવા વિનંતી કરી હતી. પરંતુ તેણે જાણે કોઇ ભય ન હોય તેમ સતત ફોન કરીને હેરાનગતી ચાલુ રાખી હતી. અંતે કંટાળીને આ બાબતે પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવતાં અરજીને આધારે ક્રાઇમ બ્રાંચના અધિકારીએ આ રોમીયોને શોધી કાઢ્યો હતો અને લીમડાની કડવાણી ચખાડી હતી. હવે પછી કોઇ દિવસ કોઇને ફોન નહિ કરે તેવા બરાડા પાડી આ શખ્સે પરિણીતા અને તેના પતિની માફી માંગી હતી. કેતન ગોહેલ નામના શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૧૨)

ક્રાઇમ સોપાન નામનું નકલી કાર્ડ પણ મળ્યું!

. આ શખ્સને પોલીસે પુછતાછ માટ ેઉઠાવી લીધો ત્યારે પહેલા તો પોતે અખબાર સાથે સંકળાયેલો હોવાની વાતો કરી હતી. પોલીસે તલાશી લેતાં તેની પાસેથી ક્રાઇમ સોપાન નામનું કાર્ડ મળ્યું હતું. આ કાર્ડ નકલી હોવાનું ખુલ્યું હતું. આ શખ્સને બાદમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા માલવીયાનગર પોલીસને સોંપાયો છે.

(4:22 pm IST)