Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

મવડીનાં આંબેડકરનગરમાં રસ્તા પર બાંધકામનો પ્રયાસથી લતાવાસીઓમાં રોષ : ટોળા ઉમટયા

રાજકોટ૬ :  શહેરનાં વોર્ડ નં. ૧૩નાં મવડી વિસ્તારમાં આવેલ ડો. આંબેડકર નગરની શેરી નં. ૧૩ પાસે જાહેર રસ્તા પર આજે બપોરે કેટલાક લોકો દ્વારા દિવાલ ચણતર કરવા કાર્યવાહી હાથ ધરતાં લતાવાસીઓ એ સ્થળ પર એકત્રીત થઇ વિરોધ દર્શાવેલ તે વખતની તસ્વીર. આ વોર્ડનાં કોર્પોરેટર નીતિન રામાણીની આગેવાનીમાં લોકોના ટોળાએ રસ્તા પરની જમીનમાં દિવાલ ચણવા સામે  વિરોધ દર્શાવતાં સ્થળ પર પોલીસ પણ દોડી આવી હતી.

(4:22 pm IST)