Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

કોંગ્રેસ વર્ગવિગ્રહ ફેલાવવા માંગે છે, યુવાનો સાવધાનઃ ડો ઋત્વિજ પટેલ

ભાજપ યુવા મોરચાના તેજતરાર પ્રદેશ પ્રમુખ અકિલાની મુલાકાતેઃ સાંજે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક : યુવા મોરચા દ્વારા ૬ એપ્રિલે બુથયાત્રા, ૧૩મીએ મહાઆરતી, ૧૭મીએ સ્વચ્છતા અભિયાન, ર૯મીએ મનકી બાત

ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે આજે અકિલા કાર્યલયની મુલાકાત લઇને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે મોરચાના પ્રદેશ મહામંત્રી નેહલ શુકલ, પૂર્વ મંત્રી ગૌતમ ગોસ્વામી, કારોબારી સભ્ય મનીષ સંઘાણી, શહેર પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રીઓ પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળા, પ્રભારી જુબીન આશરા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. યુવા ભાજપની ટીમે અકિલા પરિવાર સાથે સમુહ તસ્વીર પણ પડાવી હતી (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. પ : ભાજપ યુવા મોરચાના હોશીલા અને જોશીલા  પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલે વર્ગવિગ્રહ ફેલાવી ગેરમાર્ગે દોરવાના કોંગ્રેસના પ્રયાસો સામે યુવાનોને સજાગ રહેવા અનુરોધ કર્યો છે. તેમણે એપ્રિલ માસના વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા છે. આજે સાંજે સૌરાષ્ટ્ર ઝોનના યુવાનોની બેઠકમાં માર્ગદર્શન આપનાર છે.

ડો. ઋત્વિજ પટેલે આજે અકિલાની મુલાકાત પ્રસંગે જણાવેલ કે કોંગ્રેસ પોતાના રાજકીય સ્વાર્થ માટે યુવાનો સહિત સઘળા સમાજને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરે છે. ધારાસભાની ચંૂટણી પૂર્વે આવા પ્રયાસો કરેલ હવે ફરી લોકસભાની ચંૂટણી પૂર્વે વર્ગવિગ્રહ ફેલાવવા માંગે છે યુવાનો કોંગ્રેસને ઓળખી ગયા છ.ે

તેમણે જણાવેલ કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર યુવાલક્ષી અનેક યોજનાઓ આધારિત કામગીરી કરી રહી છે. દેશમાં સૌથી વધુ રોજગારી ગુજરાત રાજય આપે છ.ે યુવાનોને સરકારી નોકરી ઉપરાંત રોજગાર મેળા દ્વારા ખાનગી ક્ષેત્રે રોજગારી આપવાનૂં આયોજન કરે છે. યુવાનોને સરકારી નોકરીમાં વધુ સલામતી દેખાતી હોવાથી સરકારી નોકરી માટે વધુ રસ રહે તે સ્વભાવિક છે. સરકારી નોકરી માટે અરજી કરતા બધા યુવાનો બેરોજગાર હોય છે તેવું માનવાનું કોઇ કારણ નથી.

ડો. ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે રાજયમાં વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા થઇ રહેલ વિકાસ કાર્યો અને વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ભાગરૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં યુવા મોરચા દ્વારા જિલ્લા અને મહાનગર સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભારતીય રાજનિતીમાં 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ'ના વિચાર સાથે પહેલા જનસંઘ અને ત્યારબાદ ભાજપ દ્વારા અવિરત, અવિરામ, અવિચલ યાત્રા ચાલી રહીછ.ે ને આજે ભારતીય જનતા પાર્ટી પંચાયતથી પાર્લામેન્ટ અને પશ્ચિમથી પૂર્વ સુધી સતાના સુત્રો સંભાળી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ૬ એપ્રિલ 'ભાજપા સ્થાપના દિન' નિમિતે યોજાનાર બુથ યાત્રામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ દરેક બુથમાં મોટી સંખ્યામાં જોડાશે. અને વધુમાં વધુ યુવાનોને આ બુથયાત્રામાં જોડવા માટે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. તેમજ તા.૧૪ એપ્રિલ 'ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી' નિમ્તિે યુવા મોરચા દ્વારા સામાજીક સમરસતાની ભાવના બળવતર બને તે માટે જીલ્લા મથકે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવશે. પ્રત્યેક બુથમાંથી ૧૦ થી વધુ યોવાનો જીલ્લા મથકે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવશે પ્રત્યેક બુથમાંથી ૧૦ થી વધુ યુવાનો જીલ્લા કક્ષાએ ભેગા થઇ મંદિરમાં સમુહ આરતી કરશે અને સમરસતા સંમેલન યોજશે ત્યારબાદ પોતાની સાથે લાવેલ ટીફીનનું ભોજન સૌ સાથે આરોગશે. તેમજ તા.૧૮ એપ્રિલ 'સ્વચ્છતા દિન'નિમ્તિે યુવા મોરચા દ્વારા દરેક મંડલમાં સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાશે. અને તા.ર૯ મી એપ્રિલના રોજ યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 'મન કી બાત'કાર્યક્રમને વધુમાં વધુ યુવાનો સામુહિક રીતે સાંભળે તેવું આયોજન હાથ ધરાશે.

આ તકે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ સાથે નેહલ શુકલ, પ્રદિપ ડવ, ઝુબીન આશરા, ગૌતમ ગૌસ્વામી, પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા સહીતના સાથે રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની ઉપસ્થિતિમાં આજે તા પના સાંજે ૬-૩૦ વાગ્યે શહેર મેયર બંગલા ખાતે ભાજપ યુવા મોરચાની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાશે. આ બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા ઘડી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે આ સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં સૌરાષ્ટ્રભરમંથી યુવા ભાજપના અપેક્ષીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે ત્યારે રાજકોટ ખાતે આ બેઠકને સફળ બનાવવા શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિણ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરશ પીપળીયાની આગેવાની હેઠળ શહેર યુવા ભાજપની ટીમ જહેમત ઉઠાવી રહી છ.ે

(4:02 pm IST)