Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઈઝ યુનિયનના રાજેશભાઇ મહેતા દ્વારા વિજયભાઇને મહાવીર જયંતિ નિમિતે શુભેચ્છા

 રાજકોટ,  તા.,૫ : તા.૨૯/૩/૨૦૧૮ને ગુરૂવારના રોજ વે.રે.એમ્પ્લોઇઝ યુનિયનના જોઈન્ટ સેક્રેટરી શ્રી રાજેશકુમાર વી.મહેતા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી  સાહેબને શ્રી મહાવીર જયંતિની શુભેચ્છા આપવામાં આવી હતી. શ્રી રૂપાણી સાહેબ તેમના દરેક કાર્યમા ઉત્તરોત્તર પ્રગતી કરી ગુજરાત રાજ્યના વિકાસમૉ હરહંમેશ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી. શ્રી મહેતા CM સાહેબ સાથે શ્રી માઇ મંદિર દર્શન કરી મા અંબાજીને રાજકોટના  ગૌરવસમા.મુખ્યમંત્રીની ગુજરાતના વિકાસમાં શ્રી અંબેમાના આશીર્વાદ મળતા રહે તેવી શુભકામના પ્રાર્થના કરી દર્શન કરી પ્રસાદ લીધેલ હતા.

(4:01 pm IST)