Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

જીલ્લા પંચાયતમાં પાણી, શિક્ષણ, આરોગ્યના પ્રશ્નોને અગ્રતાઃ અનિલકુમાર રાણવાસિયા

૩૬માં જીલ્લા વિકાસ અધિકારીએ ચાર્જ સંભાળ્યો

રાજકોટ જિલ્લા પંચાયતમાં નવા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસીયાએ વિદાય લેતા વિકાસ અધિકારી જી. ટી. પંડયા પાસેથી ચાર્જ સંભાળેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે પી.અ. ટુ ડી.ડી.ઓ. કાંતીભાઇ ભાલોડીયા પણ ઉપસ્થિત નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા.પ : જીલ્લા પંચાયતના ૩૬ માં જીલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રી અનિલકુમાર બી.રાણાવાસિયાએ આજે ચાર્જ સંભાળયોછે. તેમણે શિક્ષણ, આરોગ્ય અને પાણીના પ્રશ્નને અગ્રતા આપવાનો નિર્ધાર વ્યકત કર્યા છેે.

મુળ બનાસકાંઠા જીલ્લાના વતની ૩૧ વર્ષથી તરવરિયા યુવા અધિકારી શ્રી અનિલકુમાર રાણાવાસિયા એ જામનગરમાં તાલીમી પીરીયડ પૂરો કર્યા બાદ ઠાસરા(ખેડા) માં મદદનીશ કલેકટર તરીકે તેમજ ચૂટણી પંચ અને નાગરીક પુરવઠા વિભાગમાં ફરજ બજાવેલ.પંચાયતમાં ૩૬ માં ડી.ડી.ઓ. તરીકે તેમની નિમણુંક થઇ છે.

નવા ડી.ડી.ઓ.એ આજે અકિલાસાથે ની વાતચીતમાં જણાવેલ કે પાણી,શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નોને અગ્રતા અપાશે આ ઉપરાંતના પ્રશ્નોનો પણ અધ્યાસ કરીને સ્પષ્ટ નીતી નિયમ મુજબ ઉકેલ લોવવાના પ્રયાસો રહેશે. કર્મચારીઓના  પ્રશ્નો અને તેમની કામગીરીની સમયાંતરે સમીક્ષા થતી રહેશે.

જીલ્લા પંચાયતના વહીવટથી લોકોને સંતોષ રહે તેવા મારા પુરતા પ્રયાસો રહેશે.

(4:01 pm IST)