Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર હિતેષ ઉર્ફ બાડો પકડાયો

જય જવાન જય કિસાન સોસાયટીનો શખ્સ સકંજામાં : બી-ડીવીઝન પોલીસે સુરતથી સગર શખ્સને પકડ્યો

રાજકોટ તા.પ : મોરબી રોડ વિસ્તારમાંથી ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર સગર શખ્સોને બી-ડીવીઝન પોલીસે સુરતથી પકડી લીધો છે.

 

મળતી વિગત મુજબ મોરબી રોડ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને હિતેષ ઉર્ફે બાડો નામનો શખ્સ ગત તા. ૧૮-૩ ના રોજ ભગાડી ગયો હોવાની ફરીયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં થઇ હતી. દરમ્યાન આ બનાવમાં બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ આર.એસ.ઠાકર, રાઇટર ચંદ્રસિંહ ઝાલા તથા ડી સ્ટાફના પીએસઆઇ આર.એસ.પટેલ, એએસઆઇ મહેશગીરી, વિરમભાઇ ધગલ, એભલભાઇ, અજીતભાઇ, મહેશભાઇ મેઢ, નિશાંતભાઇ મહેશભાઇ ચાવડા તથા દેવેન્દ્રસિંહ સહિતે હિતેષ ઉર્ફે બાડો ચમનભાઇ કારેણા (ઉ.વ.રર) (સગર) (રહે. મોરબી રોડ જયજવાન જય કિશાન સોસાયટી) ને સુરતથી પકડી લીધો હતો. હિતેષ ઉર્ફે બાડો અગાઉ વાહન ચોરીમાં બી-ડીવીઝન પોલીસમાં પકડાઇ ચુકયો છે.

(3:59 pm IST)