Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

મહાનગરપાલિકાના વર્ગ-૩ અને ૪ ના ૪૦૦૦ જેટલા કર્મચારીઓને કાલથી બૂટ-ચપ્પલ તથા રેઇનકોટ વિતરણઃ મ્યુનિ. કમિશનરની જાહેરાત

રાજકોટ, તા. પ :   મહાનગરપાલિકાના વર્ગ-૩ અને ૪ ના ૪૦૦૦ જેટલા કર્મચારીઓને બૂટ-ચપ્પલ તથા રેઇનકોટ વિતરણ શરૂ કરવામાં આવનાર છે. વર્ગ - ૩ માં વિવિધ ૩૭ હોદ્દાઓ અને વર્ગ – ૪માં વિવિધ ૪૩ હોદ્દાઓ એમ કુલ મળીને ૮૦ હોદ્દાઓ પર ફરજ બજાવી રહેલા જેન્ટ્સ કર્મચારીઓને બુટ અને લેડિઝ કર્મચારીઓને ચપ્પલ તથા આ તમામ કર્મચારીઓને રેઈનકોટનું પણ વિતરણ શરૂ કરવામાં આવશે. આવતીકાલ તારીખૅં ૦૬-૦૪-૨૦૧૮ થી શરુ કરવામાં આવનાર બૂટ ચપ્પલ અને રેઇનકોટના વિતરણ માટે પધ્ધતિસરની અને પારદર્શક વ્યવસ્થા અમલમાં મુકવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

     બૂટ ચપ્પલ અને રેઇનકોટના વિતરણ માટે અપનાવવામાં આવેલી પદ્ઘતિ અનુસાર સ્ટોર વિભાગ દ્વારા જે તે શાખાના અધિકારીઓને તેમની બ્રાન્ચના વર્ગ - ૩ અને વર્ગ - ૪ ના આ લાભના હક્કદાર કર્મચારીઓની યાદી મુજબ કર્મચારીઓની નામ, હોદ્દો વગેરે માહિતી દર્શાવતી સ્લીપ ઇસ્યુ કરવામાં આવશે.  ત્યારબાદ કર્મચારીએ પોતાની શાખામાંથી આ સ્લીપ મેળવી લઈ મહાનગરપાલિકાએ મંજુર કરેલ ટેન્ડર મુજબના વેપારીની દુકાને જઈ પોતાના બુટ- ચંપલ તથા રેઈનકોટ મેળવી લેવાના રહેશે.(૯.ર૦)

(3:58 pm IST)