Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

સિવવાના સંચાનુ નિઃશુલ્ક વિતરણ

 તાજેતરમાં શ્રીમાળી મહિલા મંડળના ઉપક્રમે સોની બજારમાં પારેખ વાડી, ખત્રીવાડ, ખાતે સોની સમાજના આર્થિક રીતે જરૂરીયાતમંદ મહિલાઓ પગભર થઇ શકે અને આર્થિક સ્વવલંબન માટે સિવવાના સંચાનું નિઃશુલ્ક વિતરણ દાતાઓ અને સમાજના આગેવાનો દ્વારા કરાયું તું. આ પ્રસંગે શ્રીમાળી મહિલા મંડળના સરલાબેન પાટડીયા, રંજનબેન પારેખની જહેમતથી લતાબેન રાણપરા વિનુભાઇ પારેખ, હસુભાઇ પારેખ, ભાઇચંદભાઇ પારેખ ડો. હેમંગ વસાવડા, પ્રભુદાસભાઇ પારેખ, જીજ્ઞેશભાઇ  વાગડીયા, દિપીકા પાટડીયા, નવીનભાઇ પાટડીયા શ્વેતાબેન પાટડીયા, જગદીશભાઇ રાણપરા, નૈમિષભાઇ પાડીયા, પુનિતા પારેખ, ગીતાબેન પારેખ, અંજુબેન ફીચડીયા, ઉષાબેન રાણપરા, ચારૂબેન રાણપરા, જયશ્રીબેન રાણપરા, નિશાબેન ચોકસી, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ૧૮ મહિલાઓને સંચાનું વિતરણ નિઃશુકલ કરાયું છે સોની સમાજના મહિલાઓને પડતી  મુશ્કેલી અંગે સરલાબેન પાટડીયા (૯૮ર૪૭ ૩પ૪૮૧) નો સંપર્ક  કરવા જણાવાયું છે.

(3:56 pm IST)