Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

બોર્ડ ઓફ ઇગ્લીંશના ચેરમેનપદે પ્રો.વાજા અને અધરધેન ચેરમેન પદે ભેસાણીયા બીનહરીફ

રાજકોટ,તા.૫: સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી ના ઇંગ્લીશ બોર્ડમાં ચેરમેન તરીકે ડો. ઇરોસ વાજા તથા અધર ધેન ચેરમેન તરીકે ડો. મુકેશ ભેસાણિયા બિનહરીફ જાહેર થયા છે.

 ત્રણ કોપ્ટ સભ્યો તરીકે અંગ્રેજી ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રો. કમલ મહેતા, ભાવનગર યુનિવસિર્ટી આર્ટસ ફેકલ્ટીના ડીન પ્રો. દિલીપ બારડ તથા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના ડો. ફિરોઝ શેખ ની સર્વ સંમતિથી વરણી કરવામાં આવી છે.

બોર્ડ ના ચેરમેન અને અધર ધેન ચેરમેન માટે આ વખતે અન્ય કોઇ સભ્યો એ ઉમેદવારી નહી નોંધાવતા ચેરમેન તરીકે માતુશ્રી વીરબાઇમાં મહિલા આર્ટસ કોલેજ, રાજકોટ ના અંગ્રેજી વિભાગ ના અધ્યક્ષ અને આઇ એસીએસ ના એકઝેકયુટીવ કાઉન્સિલ મેમ્બર ડો. ઇરોસ વાજા તેમજ અધર ધેન ચેરમેન તરીકે કાલાવડ ની કપુરીયા આર્ટસ અને ગાર્ડી ર્કોમર્સ કોલેજ ના અંગ્રેજી વિભાગ ના વડા આઇએસીએસ ના ખજાનચી ડો. મુકેશ જી. ભેસાણિયા ની બિનહરીફ વરણી થઇ છે.

જેમાં સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયા,અંગ્રેજી ભવન ના વડા પ્રો. જયદિપસિંહ ડોડીયા, ભાવનગર યુનિવર્સિટી અંગ્રેજી ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રો. પૂર્ણિમાબેન મહેતા, અંગ્રેજી ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રો.કમલ મહેતા, એચઆરડીસી, ગુજરાત યુનિવર્સિટીના ડિરેકટર પ્રો. જગદીશ જોશી,મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અંગ્રીજી ભવનના વડા ડો. હિતેશ રાવિયા, કચ્છ યુનિવર્સિટી અંગ્રેજી ભવનના વડા ડો. કાશ્મીરાબેન મહેતા,ભાવનગર યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટી ના ડીન પ્રો. દિલીપ બારડ તથા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના અંગ્રેજી વિભાગના ડો. ફિરોઝ શેખ તથા સર્વે અધ્યાપક મિત્રો અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા છે.(૧.૧૬)

(3:55 pm IST)