Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

ફાયરીંગ-છરીથી હુમલામાં કમલેશ સિંધી અને એક સગીરની ધરપકડ

ભડાકા કરનાર રણજીતસિંહ વાઘેલાની શોધખોળ

રાજકોટ તા. ૫: પુષ્કરધામ રોડ નંદી પાર્કમાં સોમવારે રાત્રે ભાઇબંધો વચ્ચે વકિલની ફીના પૈસા મામલે થયેલી માથાકુટમાં ઉપરાણુ લઇ રણજીતસિંહ વાઘેલાએ ફાયરીંગ કર્યાના અને સામા પક્ષે સગીરએ છરીથી હુમલો કર્યાની ઘટનામાં યુનિવર્સિટી પોલીસે સામ-સામી ફરિયાદો નોંધી હતી. પરમ દિવસે બે આરોપી મંથન સથવારા અને હરદેવસિંહ જાડેજાની ધરપકડ થઇ હતી. આ બંને જેલહવાલે થયા છે.

બીજી તરફ હોસ્પિટલમાં દાખલ મંથનના કારીગર કમલેશ નરેશભાઇ સવલાણી (સિંધી) (ઉ.૩૦-રહે. રેલનગર આસોપાલવ રેસીડેન્સી ફલેટ નં. ૩૦૧)ને રજા અપાતાં તેની પણ ધરપકડ થઇ છે. તેને સગીરએ બેઠક પર છરી ઝીંકી દીધી હતી. તેની સામે પણ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. પી.આઇ. ચંદ્રવાડીયા, પી.એસ.આઇ. કડછા, શૈલેષપરી, ગિરીરાજસિંહ સહિતની ટીમ વધુ તપાસ કરે છે. ભડાકા કરનાર રણજીતસિંહ વાઘેલાની શોધખોળ ચાલુ છે.

(1:03 pm IST)