Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

આશાપુરાનગરમાં દરોડોઃ બે યુવાન અને ૭ મહિલા જૂગાર રમતાં પકડાયા

ક્રાઇમ બ્રાંચે રમાબાના ઘરમાં દરોડો પાડી ૪૦ હજારની રોકડ કબ્જે લીધી

રાજકોટ તા. ૫: કોઠારીયા રોડ આશાપુરાનગર-૧૬માં રહેતાં રમાબા ચંદુભા ગોહિલ (ઉ.૫૫) ઘરમાં જૂગાર રમાડતા હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તેના સહિત ૭ મહિલા અને બે યુવાનને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૪૦૧૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. ડી.પી. ઉનડકટ, હેડકોન્સ. ભરતભાઇ વનાણી, અમૃતભાઇ મકવાણા, કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, જયપાલસિંહ ચુડાસમા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે યુવરાજસિંહ અને જયપાલસિંહને મળેલી બાતમી પરથી રમાબાના ઘરમાં દરોડો પાડી તેને તથા ભારતીબેન ભરતભાઇ ગોસ્વામી (ઉ.૬૦-રહે. હુડકો ચોકડી વિજય સોસાયટી-૨), આયેશાબેન સુલેમાનભાઇ સોરા (ઉ.૪૫-રહે. સોરઠીયાવાડી), આરતીબેન વસંતભાઇ ધામેચા (ઉ.૪૫-રહે. કેવડાવાડી-૧૦), મંછાબેન દિનેશભાઇ રૈયાણી (ઉ.૫૦-રહે. હરિ ધવા માર્ગ કનૈયા ડેરી પાસે), શાંતાબેન જસાભાઇ હેરભા (ઉ.૪૦-રહે. ન્યુસાગર સોસાયટી), હીરાગર મોહનગર ગોસ્વામી (ઉ.૩૨-રહે. રાધેશ્યામ સોસાયટી-૫) અને નિલેષ જગદીશભાઇ દાણીધારીયા (ઉ.૨૪-રહે. પુનીતનગર)ને જૂગાર રમતાંપકડી રોકડ-ગંજીપાના કબ્જે લીધા હતાં.

(1:02 pm IST)