Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

આજે રાજકોટ મ્યુ.કોર્પોરેશનમાં સીટી એન્જીનિયર (સ્પે) તથા ચીફ એકાઉન્ટ માટે ઇન્ટરવ્યુઃ ૨૪ ઉમેદવારો

મેયર સહિતના પદાધિકારીઓની 'ઓફિસર્સ સિલેકશન કમિટિ' દ્વારાઃ સીટી એન્જીનિયર માટે કોર્પોરેશનમાં જ તમામ ૧૩ ઉમેદવારોઃ ચીફ એકાઉન્ટન્ટ માટે ૧૦ ઉમેદવારો બહારનાઃ ૫૦ માર્કના પ્રશ્નો

રાજકોટ તા. ૫: મ્યુ. કોર્પોરેશનમાં વર્ષોથી ખાલી પડેલી સીટી ઇજનેર (સ્પે) જગ્યા માટે અંતે મેયર સહિતના પદાધિકારીઓની બનેલી 'ઓફિસર્સ સિલેકશન કમિટિ' દ્વારા આજે  સવારે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ  મ્યુ. કોર્પોરેશનમાં વર્ષોથી સીટી એન્જીનિયર (સ્પે)ની જગ્યા ખાલી પડી હતી. આ જગ્યા માટે આજે સવારે ૧૦ વાગ્યે પદાધિકારીઓની ઓફિસર્સ સિલેકશન કમિટિ ઇન્ટરવ્યુ રાખવામાં લેવામાં આવ્યા છે.

વર્ગ-૧ની રૂ. ૬૭,૭૦૦-૨,૮૦,૭૦૦ના પગાર ધોરણવાળી અને બિનઅનામત કેટેગરીમાં આવતી આ જગ્યા માટે મનોજકુમાર ડો. રામપ્રકાશ શ્રીવાસ્તવ (આર.એમ.સી.) - રાજકોટ, પરેશ ધીરેન્દ્રકુમાર અઢીયા (આર.એમ.સી.) - રાજકોટ, રાકેશકુમાર અરવિંદભાઇ ભલાણી - આર.એમ.સી.) - જૂનાગઢ, હારૂન ઉમરભાઇ દોઢીયા (આરએમસી) - રાજકોટ, ઉપેન્દ્રસિંહ કિરીટસિંહ પરમાર - અમદાવાદ, વીરેન્દ્રકુમાર વી. પટેલ (આર.એમ.સી.) - રાજકોટ, જયેશભાઇ દેવજીભાઇ કુકડીયા (આર.એમ.સી.) - રાજકોટ, પરસોત્તમ અમરશીભાઇ સોલંકી - રાજકોટ, જય મહેન્દ્રકુમાર ઉપાધ્યાય -(આરએમસી) - રાજકોટ, ભરતકુમાર મનુભાઇ બોલાણીયા - (આર.એમ.સી.) - રાજકોટ, યતીનકુમાર મહેન્દ્રભાઇ વંકાણી - રાજકોટ, સંજીવકુમાર એસ. ગુપ્તા (આર.એમ.સી.) - રાજકોટ, વસંત કાનજીભાઇ સિંગલ - વડોદરા વગેરે ઉમેદવારોનાં ઇન્ટરવ્યુ લેવાયા હતા.

આ ઉપરાંત ચીફ એકાઉન્ટન્ટની જગ્યા પણ વર્ષોથી ખાલી છે. આ માટે પણ ગુરૂવારે જ ઓફિસર્સ સિલેકશન કમિટિ દ્વારા ઇન્ટરવ્યુ લેવાયા છે.

વર્ગ-૧ની રૂ. ૬૭,૭૦૦ - ૨,૦૮,૭૦૦ના પગાર ધોરણવાળી બિનઅનામત કેટેગરીની આ જગ્યા માટે જાગૃતિ સંદિપસિંહ ઝાલા - રાજકોટ, હાર્દિક અશોકભાઇ માયાણી - વડોદરા, વરૂણ ભરતભાઇ સોમૈયા - જામનગર, મિતેશ રમણીકભાઇ સુરેલીયા - જામનગર, દેવાંગ રાઘવજીભાઇ વાઘેલા - રાજકોટ, અમિતકુમાર લલીતભાઇ સવજીયાણી - (આર.એમ.સી.) - રાજકોટ, દિનેશકુમાર મોહનભાઇ જેઠવા - રાજકોટ, અજય કાનજીભાઇ તન્ના-ગીર, ધર્મેશ ઉમેદભાઇ ચૌહાણ - રાજકોટ, જગદીશકુમાર જાદવજીભાઇ મોરી - ગીર-સોમનાથ, પૂનમ મોહિતકુમાર પઢારીયા - રાજકોટ વગેરે ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

ઓફિસર્સ સિલેકશન કમિટિમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, શાસક પક્ષ નેતા, વિપક્ષી નેતા એમ પાંચ પદાધિકારીઓ દરેક ઉમેદવારને ૧૦-૧૦ માર્કના પ્રશ્નો આમ કુલ ૫૦ માર્કના પ્રશ્ન પ્રત્યેક ઉમેદવારને પૂછયા હતા.

(11:57 am IST)