Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

રાજકોટ ડેરીમાં ભય ફેલાવતા સાતડા મંડળીના મંત્રી સામે પગલા ભરવા રાણપરિયાની રજુઆત

લેબોરેટરીના કર્મચારીને લાંચના ખોટા કેસમાં સંડોવી દીધાનો ચેરમેનનો બચાવ

રાજકોટ, તા.પ : જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના અધ્યક્ષ ગોવિંદભાઇ રાણપરિયાએ સાતડા (મહિલા) દૂધ મંડળીના મંત્રી અનુ ચાવડા સામે કાયદાકીય પગલા ભરવા કલેકટર અને ડી.એસ.પીને પત્ર પાઠવી રજુઆત કરી છે.  પત્રમાં આક્ષેપ કરાયો છે કે અનુ દેવાયત ચાવડા ગુનાહીત માનસ ધરાવે છે, પોતાની દૂધ મંડળી બંધ થતા અને સંઘ દ્વારા કરવામાં આવેલ ફરીયાદ બાબતનો ખાર રાખી રાજકોટ ડેરીને બદનામ કરવાના હેતુથી સંઘના કર્મચારીઓની ખોટી સંડોવણી કરવાના પ્રયત્નો કરે છે આ માટે સંઘના લેબોરેટરી વિભાગના કર્મચારી સાજન મનસુખ પટેલને લાંચ રૂશ્વતના કેસમાં ખોટી રીતે એસીબીના હાથે પકડાવેલ છે, જે પોતાની ગુનાહીત માનસીકતા છતી કરી ડેરીના કર્મચારીઓમાં ભયનું વાતાવરણ ઉભુ કરવાના પ્રયત્ન કરેલ છે, જો આ શખ્સ રાજકોટ ડેરીને તેની રોજીંદી કામગીરીમાં રૂકાવટ ઉભી કરી ડેરીના કર્મચારીઓમાં ભય ઉભો કરી શકતો હોય અને અચાનક આવી હુમલા અને તોડફોડ કરી ડેરીનું વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરી શકતો હોય તેની ગંભીરતા લઇ રાજકોટ જિલ્લાના ૬પ હજારથી વધારે દૂધ ઉત્પાદકોના ટ્રસ્ટી (અધ્યક્ષ) તરીકે મારી રજુઆતને ગંભીરતાથી લઇ આ શખ્સ વિરૂધ્ધ કડકમાં કડક કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી અપેક્ષા રાખુ છું.

(11:56 am IST)