Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

સરકારી ટાકામાંથી પાણી ભરવાના ચાર શખ્સો દર મહિને રૂ. ૧૦૦ ઉઘરાવતા હોવાનો પણ આક્ષેપ

૨૫મીએ ઘરમાં આગ લાગી તેમાં પણ આ શખ્સોની સંડોવણીની શંકા

અરવિંદભાઇના પત્નિ ભાવનાબેન કે જે જ્યુબીલી માર્કેટમાં લીલા નારિયેળ વેંચી પતિને મદદરૂપ થાય છે તેણે જણાવ્યું હતું કે સરકારી આ ટાંકામાંથી પાણી ભરવું હોય તો દર મહિને આ વિસ્તારના અલ્પેશ કોળી અને તેના બે ભાઇ તથા એક મુસ્લિમ શખ્સને રહેવાસીઓએ પૈસા ચુકવવા પડે છે. ગયા મહિને પોતે રૂ. ૧૦૦ ચુકવી ન શકતાં પાણી નહિ ભરવા દઇ મારામારી કરી હતી. ૨૫મીએ અમારા ઘરમાં આગ લાગી હતી. આ કામમાં પણ આ શખ્સોની સંડોવણીની અમને શંકા છે. આ શખ્સો સતત ધમકાવતાં હોવાથી મારા પતિએ ઝરે પી લીધુ હતું.

(4:16 pm IST)