Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

બોર્ડનાં વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી શુભેચ્છા પાઠવતાપદાધિકારીઓ

રાજકોટઃઆજ તા.૫થી ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો શુભારંભ થયેલ છે. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીની કારકિર્દી માટે ખુબ જ અગત્યની છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પી. એન્ડ ટી. વી. શેઠ હાઈસ્કુલ ખાતે ધો.૧૦ના પરીક્ષાર્થીઓને કુમ કુમ તિલક કરી, મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવતા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરઝરીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, પી. એન્ડ ટી. વી. શેઠ હાઈસ્કુલના શાળાના મદદનીશ શિક્ષક નીતિનભાઈ ભૂત, વી.એ.પુંજાણી, જાગૃતિબેન દવે, ડો.વી.આર. ભટ્ટ, ગ્રંથપાલ જી.એસ.ભટ્ટી, મહંમદભાઈ વોરા વિગેરે ઉપસ્થિત રહેલ સૌ મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીને કુમ કુમ તિલક કરી મીઠું મોં કરાવી, વિદ્યાર્થીઓને તેજસ્વી કારકિર્દી તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. તેમ મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(4:32 pm IST)