Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

કાલે આયુર્વેદના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ 'ગુંજ-૨૦૨૦' : ઈનામ વિતરણ સમારંભ

૧૪૦ વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ રજૂ કરાશે : ૬૦ વિદ્યાર્થીઓને પારિતોષિક

રાજકોટ, તા. ૫ : શહેરમાં પ્રથમ વખતે આયુર્વેદના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ 'ગુંજ-૨૦૨૦' તેમજ ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરાયુ છે. આયુર્વેદના જ્ઞાન પીપાસુઓની જિજ્ઞાસાને સંતોષતી તેમજ આયુર્વેદ દ્વારા લોકોને ચિકિત્સા પૂરી પાડતી કાલાવડ રોડ, ઈશ્વરીયા ગામ ખાતે આવેલી હંસવાહીની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત આઈઆઈએઆરએચ દ્વારા આયુર્વેદના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ દ્વારા જ સાંસ્કૃતિક કાર્યક્રમ ગુંજ - ૨૦૨૦ તેેમજ ઈનામ વિતરણ સમારોહનંુ આયોજન આવતીકાલે તા.૬ના શુક્રવારે સાંજે ૬ થી ૯ દરમિયાન કોલેજ કેમ્પસ ખાતે યોજવામાં આવેલ છે. જેમાં આયુર્વેદના ૧૪૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે. તેમજ ૬૦ જેટલા વિદ્યાર્થીઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટના કલેકટર શ્રીમતી રૈમ્યા મોહન, મેયર બીનાબેન આચાર્યા, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના ઈન્ચાર્જ કુલપતિ ડો.અનુપ ઠાકર, ઈન્ચાર્જ આયુષ ડાયરેકટર ડો.ભાવનાબેન પટેલ, સીસીઆઈએમ મેમ્બર ડો.ભરતભાઈ બોઘરા અને સીસીઆઈએમ મેમ્બર ડો.વિક્રમ ઉપાધ્યાય ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના હોદ્દેદારો, સમાજના મોભીઓ, અન્ય આયુર્વેદ કોલેજના ટ્રસ્ટીઓ તેમજ આચાર્યશ્રીઓ હાજરી આપશે.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આયુર્વેદના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે તાંડવ નૃત્ય, બોલીવૂડ ડાન્સ, ગાયન - વાદન, શ્લોક પઠન, મુક અભિનય, ગરબા, એકાંકી, નૃત્ય, યોગ, ડાન્સ, ધૂમ ડાન્સ તેમજ લોકોને પ્રેરણા મળે તેવા વિષય વ્યસનમુકિત પર નાટક, લેઝી ડાન્સ અને દેશભકિત નૃત્ય રજૂ કરવામાં આવશે.

ઈનામ વિતરણ સમારંભમાં દરેક વર્ષમા઼ અભ્યાસમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ વિદ્યાર્થીઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. જેમાં અતિથિ વિશેષ તરીકે ઈશ્વરીયા ગામના સરપંચ રોહિતભાઈ ચાવડા ઉપસ્થિત રહેશે. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ જેવી કે કાવ્ય લેખન, શ્લોક પઠન, પોસ્ટર પ્રેઝન્ટેશન વગેરે સ્પર્ધાઓ અંતર્ગત પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત સૌથી પ્રભાવશાળી એવોર્ડ એટલે કે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ બે વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના ચેરમેન નેહલભાઈ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી મેહુલભાઈ રૂપાણી, અન્ય ટ્રસ્ટીઓ ઓજસભાઈ ખોખાણી, પ્રશાંતભાઈ કોરાટ, નીતેશભાઈ અમૃતીયા, નેહલભાઈ શુકલ તેમજ આચાર્ય ડો.લીનાબેન શુકલના માર્ગદર્શન નીચે બધા જ અધ્યાપકો જેમાં ડો.સતીષ, ડો.નિરંજન, ડો.મૈત્રય, ડો.રાજલક્ષ્મી, ડો.ધર્મેન્દ્ર, ડો.જીજ્ઞેશ, ડો.અભિષેક, ડો.કૃણાલ, ડો.ભગીરથ, ડો.મોનીકા, ડો.મેઘા, ડો.રશેષ, ડો.મનીષ, ડો.જયોતિ, ડો.મહેશ, ડો.પર્યા, ડો.મહેશ, ડો.સુમેશ, ડો.પ્રાપ્તિ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:31 pm IST)