Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

શિવ એન્જીનીયરીંગના પ્રોપરાઇટર વિરૂધ્ધ એક લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા., ૫: એડીપી ટુલ્સ એન્ડ સ્ટેબીલાઇઝરને આપેલ ચેક વગર વસુલાતે પરત ફરતા શિવ એન્જીનીયરીંગના પ્રોપ્રાઇટર કમલેશકુમાર માવજીભાઇ સોલંકી સામે રાજકોટની કોર્ટમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફોજદારી ફરીયાદ નોંધાવેલ છે.

આ કિસ્સાની ટુંકમાં વિગત એવી છે કે રાજકોટમાં એડીપી ટુલ્સ  એન્ડ સ્ટેબીલાઇઝર તરીકે ઓળખાતી પેઢી સી.એન.સી. અને વી.એમ.સી.ના ટુલ્સ વેચવાનો કરે છે. શિવ એન્જીનીયરીંગના પ્રોપ્રાઇટર કમલેશકુમાર માવજીભાઇ સોલંકી ઠે.-લિસલ્વર ઇન્ડસ્ટ્રીઝ એરીયા પ્લોટ નં. ર૯, હનુમાન મંદિર પાછળ, માલધારી ફાટક પાસે, કોઠારીયા, રાજકોટવાળાએ ફરીયાદી પેઢી પાસેથી રૂ. ૧,૧૯,૩૪૬ (અંકે રૂપીયા-એક લાખ ઓગણીસ હજાર ત્રણસો છેતાલીસ પુરા)ના સીએનસી અને વીએમસી ટુલ્સની ઉધારમાં ખરીદી કરેલ.

આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી  જે માલની ઉધારમાં ખરીદી કરેલ તે માલની બાકી રહેતી રકમ પૈકીની રકમ ચુકવવા આરોપીએ ફરીયાદીને રૂ. ૧,૦૦,૦૦૦નો  ચેક આપેલ. સદરહું ચેક ફરીયાદીએ તેમના ખાતાવાળી બેંકમાં રજુ કરતા સદરહું ચેક વગર વસુલાતે પરત ફરેલ. ત્યાર બાદ ફરીયાદીએ તેમના એડવોકેટ મારફતે કમલેશકુમાર માવજીમાઇ સોલંકીને લીગલ નોટીસ પાઠવેલ. સદરહું લીગલ નોટીસ આરોપીને ધોરણસર રીતે બજી જવા છતાં આરોપીએ ફરીયાદીને આપેલ ચેકની રકમ સમય મર્યાદામાં ન ચુકવતા ફરીયાદીએ તેમના એડવોકેટ જયદીપસિંહ બી.રાઠોડ મારફતે ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ મુજબ ધોરણસરની ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના મહે. ચીફ જયુડી. મેજી. શ્રીએ આરોપી કમલેશ કુમાર માવજીભાઇ સોલંકી સામે સમન્સ ઇસ્યુ કરી નામદાર કોર્ટમાં હાજર થવા ફરમાન જાહેર કરેલ છે.

હાલની ફરીયાદમાં એડીપી સ્ટેેબીલાઇઝર વતી રાજકોટના એડવોકેટ જયદીપસિંહ બી.રાઠોડ, આદમશા જી. શાહમદાર રોકાયેલા છે.

(4:11 pm IST)