Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

રવિવારે નિઃશુલ્ક નેચરોપેથી સારવાર કેમ્પ

દવા વગર કેમ સાજા થવુ તે અંગે માર્ગદર્શ અપાશે : દિક્ષેશ પાઠક અને માધવીબેન સહીતના નિષ્ણાંતોની સેવા

રાજકોટ તા. ૫ : યોગ જાગૃતિ મિશન અંતર્ગત તા. ૮ ના રવિવારે વિનામુલ્યે નેચરોપેથી સારવાર કેમ્પનું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ કે યોગ જાગૃતિ મિશન દ્વારા ૭ પ્રહલાદ પ્લોટ ખાતે કાયમી ધોરણે નિઃશુલ્ક યોગ કલાસ ડો. નીતિનભાઇ કેશરીયાના વડપણ હેઠળ ચાલી રહ્યા છે. ત્યારે દવા વગરની આપણી કુદરતી સારવાર પધ્ધતિથી વધુને વધુ લોકો માહીતગાર થાય તેવા હેતુથી વિશેષ કેમ્પનું આયોજન કરાયુ છે.

તા. ૮ ના રવિવારે બપોરે ૩ થી ૫ સુધી ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે યોજવામાં આવેલ આ કેમ્પમાં નેચરોપેથી નિષ્ણાંત દિક્ષેશ પાઠક અને માધવીબેન ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. તેમની સાથે નેચરોપેથી નિષ્ણાંત પદ્દમાબેન રાચ્છ, નીતાબેન મહેતા, રેખાબેન કુંડલીયા વગેરે પણ સેવા આપશે.

આ કેમ્પમાં પેટને લગતા રોગ, ખીલ, કાળડાઘ, સ્ત્રી રોગ, સાંધાના દુઃખાવા, એસીડીટી, કબજીયાત, મોટાપો, બી.પી. ડાયાબીટીસવાળાની સમસ્યામાં દવા વગર સ્વસ્થ કેમ થવુ તે અંગે સારવાર અને માર્ગદર્શન અપાશે.આ નિઃશુલ્ક નેચરોપેથી સારવાર કેમ્પનો વધુને વધુ લોકોએ લાભ લેવા ડો. નિતીનભાઇ કેશરીયા (મો.૯૪૨૮૨ ૩૧૮૭૩), કમલશભાઇ વડનગરા, પ્રવિણભાઇ લાલકીયા, દિનેશભાઇ શીશાંગીયા, માલતીબેન પારેખ, દિવ્યાબેન માણેક, રીંકલબેન વડનગરા, જિજ્ઞાબેન પાટડીયાએ અનુરોધ કરેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા યોગ જાગૃતિ મિશનના સભ્ય ભાઇ બહેનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:10 pm IST)