Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ગાંધીવાદી સમાજ સેવિકા સરોજબેન અંજારીયાનું સન્માન

વિવેકાનંદ યુથ કલબ દ્વારા પૂ. મહાત્મા ગાંધીજીના ૧૫૦ મી જન્મ શતાબ્દી અંતર્ગત શીશુવયથી ગાંધીવાદના રંગે રંગાયેલા સમાજ સેવીકા સરોજબેન અંજારીયાનું સન્માન કરવામાં આવ્યુ હતુ. ખાદીનો ભરપુર ઉપયોગ કરતા અને હિન્દી પ્રચાર પ્રસાર માટે કાર્યરત રહેતા સરોજબેન કડવીબાઇ વિદ્યાલયના  આચાર્યપદે રહી ચુકયા છે અને આજે ૯૦ વર્ષની ઉંમરે પણ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિમાં સેવા આપી રહ્યા છે. તેમની આ સેવઓને ધ્યાને લઇ વિવેકાનંદ યુથ કલબ દ્વારા તેમના નિવાસ સ્થાને જઇ સુતરની આંટી અને ખેસ પહેરાવી પૂસ્તક તથા વિવેકાનંદજીની પ્રતિમા આપી શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે જોસનાબેન માંકડ, પ્રકાશભાઇ હાથી, અનવરભાઇ ઠેબા વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના અનુપમ દોશી, હસુભાઇ શાહ, પરિમલભાઇ જોષી, દિનેશભાઇ ગોવાણી, જયેન્દ્રભાઇ મહેતા, જીતુભાઇ ગાંધી, મહેશભાઇ જીવરાજાની વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:09 pm IST)