Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

પાંજરાપોળો માટે બજેટ ફાળવણીનો ઋણ સ્વીકાર : સમસ્ત મહાજન દ્વારા મુખ્યમંત્રીની રજતતુલા કરાશે

રાજકોટ : સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સભ્ય ગીરીશભાઇ શાહના નેતૃત્વમાં સમસ્ત મહાજનની ટીમે ગુજરાના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લઇ ૨૦૨૦ ના બજેટમાં ગુજરાતની પાંજરાપોળોના ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા તે બજલ આભાર વ્યકત કરી કેટલાક સુચનો કરવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશમાં જે રીતે પશુ દિઠ રૂ. ૩૦ પ્રતિદિન અપાય છે તે પરીપત્રનો જી.આર. મુખ્યમંત્રીને દર્શાવી આવી સુવિધા ગુજરાતમાં પણ શરૂ કરવા વિનંતી કરેલ.  મુખ્યમંત્રીશ્રીએ કરેલ જીવદયા કાર્યોનું બહુમાન રજતતુલા સ્વરૂપે કરવા તૈયારી દર્શાવાતા સહર્ષ સ્વીકાર થયો હતો. આગામી દિવસમાં અમદાવાદ જીએમડીસી મેદાનમાં ભવ્ય કાર્યક્રમ રજતતુલાનો યોજવા આયોજન ઘડી કઢાયેલ. તસ્વીરમાં મુખ્યમંત્રીશ્રીની મુલાકાત સમયે ઉપસ્થિત મહાજન અગ્રણીઓ નજરે પડે છે.

(4:09 pm IST)