Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે મહિલા દિન- હોળી- ધૂળેટી પર્વ ઉલ્લાસભેર ઉજવાશે

ત્રિ- દિવસીયના ત્રિવેણી સંગમસમા દરિયામાં આનંદનો અવસર લૂટશે ઓશો સાધકો, વૈદવાડીમાં પરંપરાનો પ્રકાશ વાતાવરણમાં પ્રસરાવશે પૂણ્યઃ રવિવારે ઓશો પ્રેમી- સન્યાસીઓનો સત્કાર સમારંભઃ સોમવારે શિબિર- સંતવાણીઃ આયોજન સ્વામી સત્ય પ્રકાશ, કાર્યક્રમ સંચાલક પૂર્વીબેન

રાજકોટઃ અહીંના વૈદવાડીમાં ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે દરેક વાર- તહેવારે વિવિધ કાર્યક્રમો ઉત્સવો થકી સાધકો, સન્યાસીઓને જીવનમાં પુણ્યનું ભાથુ બાંધવા માટેનો ઉતમ માર્ગ દર્શાવવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે વિશ્વ મહિલા દિવસ, હોળી અને ધૂળેટી નિમિતે ત્રિ- દિવસીયના કાર્યક્રમમાં સૌ ધ્યાન- ભજન- ભોજનના ત્રિવેણી સંગમસમા દરિયામાં આનંદનો અવસર લૂટશે.

ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગોત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ ભજન- કિર્તન, ગીત- સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૪ વર્ષોથી ૨૪ કલાક ખુલ્લું રહેતુ ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અવાર- નવાર ઉત્સવવામાં આવે છે.

ત્રિ- દિવસીય કાર્યક્રમોની રૂપરેખા આ પ્રમાણે છેઃ- તા.૮ને રવિવારના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિતે સાંજે ૬:૩૦ થી ૮ દરમ્યાન ઓશો સન્યાસી તથા પ્રેમી મહિલાઓનો સત્કાર સમારોહ તથા વિવિધ ક્ષેત્રે તેઓનો યોગદાન બદલ તેઓને પુરસ્કાર રૂપે ઓશો ભેટ આપી. તેઓનું સન્માન કરવામાં આવશે તથા વિશેષ આભારવિધી પૂર્વીદિદિ કરશે. આ કાર્યક્રમમાં જાહેર ક્ષેત્રની મહીલાઓને આમંત્રણ અપાયું છે. અમદાવાદના રમણઋષિનું પુસ્તક ''સ્ત્રીનું ગૌરવ અને ગરીમાં'' ભેટરૂપે આપવામાં આવશે.

તા.૯ને સોમવારના રોજ પૂનમ (હોળી) નિમિતે રાબેતા મુજબ દર પૂનમની માફક ઓશો ધ્યાન શિબિર તથા સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનો સમય બપોરના ૩ થી રાત્રીના ૮:૩૦ દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગ, વિડીયો દર્શન, મીસ્ત્રી નિતિનભાઈ ચાંડેગા દ્વારા વિશેષ ધ્યાન પ્રયોગ પૂનમ કિર્તન ઉત્સવ શિબિર બાદ રાત્રે ૮:૩૦ પ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનું સંચાલન સ્વામી સત્ય પ્રકાશ કરવાના છે.

હર પૂનમે રાત્રે શિબિર બાદ રાબેતા મુજબ રાત્રે ૧૦ થી ૧  ભજનીક શ્રી બકુલભાઈ ટીલાવત, પીંકુભાઈ નિમાવત, પ્રફુલભાઈ રામાનુજ, વિજયભાઈ પાઠક, જય તબલા, ઉસ્તાક, રાજેષભાઈ કુબાવત તબલા ઉસ્તાક, પ્રવીણભાઈ વ્યાસ, દેવજીબાપા ચુડાસમા, ગૌતમભાઈ મકવાણા, ચંદ્રેશભાઈ રામાવત, પિયુષભાઈ અગ્રાવત, રસીકભાઈ, હરીભાઈ તબલા ઉસ્તાદ વગેરે સંતવાણીના કલાકારો દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોકત કલાકારો દ્વારા વિવિધ સંતો- મહંતોની રચના ગાઈને સાધકોને ધ્યાનની ગહરાઈમાં લઈ જશે.

તા.૧૦ને મંગળવારના રોજ ધૂળેટી નિમિતે સવારના ૯:૩૦ થી ૧૧ દરમ્યાન અબીલ- ગુલાબ થી ધૂળેટી ઉત્સવ ઓશો કિર્તન ઉત્સવ સાથે ઓશો સન્યાસી તથા પ્રેમીઓ ધૂળેટી ઉત્સવ ઉજવશે.

સ્થળઃ- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડી-માર્ટની પાછળની શેરી રાજકોટ, વિશેષ માહિતી સ્વામિ સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬ / સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(4:08 pm IST)