Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

દ્વિઅંકી નાટક ''વડિલ કરાવે વેલેન્ટાઇન''ના ત્રણ સફળ શો

રાજકોટ : ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી - ગાંધીનગર દ્વારા સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના અંતર્ગત અનંત્ત ફાંઉન્ડેશન -રાજકોટ દ્વારા પ્રસ્તુત અને યોગેશ મહેતા લીખીત અને કલ્પેશ બોઘરા  દિગ્દર્શિત દ્વિઅંકી નાટક '' વડિલ કરાવે વેલેન્ટાઇન'' ની પ્રસ્તુતિ કરવામાં આવી. જીદંગીના સ્ટેડિયમ પર રમાતી જુવાનીયાઓ અને વડિલો વચ્ચેની ગાંડીતુર ૨૦-૨૦ દર્શકોને પેટ પકડાવી હસાવતા આ દ્વિઅંકી નાટક ''વડિલ કરાવે વેલેન્ટાઇન''ના અમરેલીમાં દિલીપ સંધાણી ટાઉનહોલ ખાતે,ગાંધીનગરમાં ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે અને દિવના ઘોઘલા ખાતે આવેલા ઘોઘલા કોમ્યુનિટી હોલ ખાતે એમ ત્રણ શોની સફળતા પૂર્વક ઉજવણી કરવામાં આવી. આ નાટકમાં ગૌતમ જોષી, મહિમા ભટ્ટ, ઓમ ભટ્ટ, સાક્ષી લાલસેતા, પાર્થ જાની, મેહુલ વૈષ્ણવ, ગુલામ હુસેન ખગવાન, ગૌતમ દવે અને મૃણાલિની ભટ્ટએ અભિનયના ઓજસ પાથર્યા હતા. સંગીત સંચાલન ગુલામ હુસેન અગવાન , પ્રકાશ સંચાલન ચેતન ટાંક , પ્રોડકશન મેનેજર ગૌતમ દવે, મેક અપ દિલિપ પાડલીયા, કોસ્ચ્યુમ ફાલ્ગુની મહેતા, નેપથ્ય નૈમિષ પરમાર અને જયેશ જાદવ , અને સેટીંગ્સ લલિતા આર્ટસ અશોક લૂંગાતર રાજકોટએ સંભાળ્યું હતું.

(4:08 pm IST)