Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

સદ્દગુરૂ પરિવાર ટ્રસ્ટ દ્વારા ઇન્દોરમાં મેગા નેત્ર યજ્ઞ

 સદગુરૂ પરિવાર ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગુજરાતના સીમાડા વટાવી મધ્યપ્રદેશના ઇન્દોર (ધાર) ખાતે રાખવામાં આવેલ વિનામૂલ્યે ૩૮-૩૯ મો સુપર મેગા નેત્રયજ્ઞ જે બે માસ અને પાંચ દિવસ સુધી સતત યજ્ઞ સ્વરૂપે પ્રજવલ્લિત રહયો. તેમાં નાના બાળકો- યુવાનો- યુવતીઓ- માતાઓ- બહેનો અને વડીલો મળી ૧૦,૪૪૫ લોકોએ લાભ લીધાનું સર્ટીફીકેટ ચોઇથારામ નેત્રાલય પ્રમાણિક કરતું પ્રમાણપત્ર એનાયત કર્યાનું ટ્રસ્ટના પ્રમુખ દાનાબાપા ડાંગર અને ઇશ્વરભાઇ ખખ્ખરે જણાવ્યું છે. આ સુપર મેગા નેત્રયજ્ઞમાં તમામ દર્દીઓને લાવવા લઇ જવા વાહનની સુવિધા તથા ચા-નાસ્તો-જમવા-રહેવા-દવા- ચશ્માં અને તમામને સ્મૃતિભેટ આપવાનું અભિયાન પૂ. સદગુરૂદેવ શ્રી. રણછોડદાસજી મહારાજ અને પૂ. ગુરૂદેવ શ્રી હરિચરણ દાસજી મહારાજના આર્શીવાદ થી અને તેમના પ્રેરક આર્શીવાદ થી સંપન થયેલ.નેત્રયજ્ઞને સાકાર બનાવવા પ્રવીણભાઈ વસાણી, હરીશભાઈ લાખાણી, નીતિનભાઈ રાયચુરા, રમેશભાઈ મહેતા (ઈન્દોર), ભોગીભાઈ રાયચુરા, ભગતભાઈ કુંડલીયા, કમલેશભાઈ ટાંક, પ્રવીણભાઈ સોલંકી, સંજયભાઈ પેઈન્ટર, દેવરાજભાઈ પટેલ, ચંદ્રિકાબેન જોષી, મોહનલાલ મોરારજી પરિવાર, શાંતુભાઈ રૂપારેલીયા, રાજુભાઈ કાનાબાર, ધવલભાઈ ખખ્ખર, જગદીશભાઈ બાટવીયા, શૈલેશભાઈ તન્ના, કેતનભાઈ કોન્ટ્રાકટર (મુંબઈ), જગદીશભાઈ ગણાાત્રા, રમેશભાઈ ઠક્કર, યશવંતભાઈ જસાણી, કિરીટભાઈ સેજપાલ, મિતલભાઈ ખેતાણી, જોરૂભા ગઢવી, કનુભાઈ વસાણી, પ્રકાશભાઈ ભુવા, તેજાભાઈ પ્રજાપતિ, રમેશભાઈ રાચ્છ, ભરતભાઈ લાખાણી, શૈલેશભાઈ મેઘાણી, ચંદ્રેશભાઈ ઠક્કર, રમેશભાઈ મોરી, મનસુભાઈ સંચાણીયા, એસ એમ વ્યાસ, પ્રજ્ઞેશભાઈ સારડા, હંસાબેન ધીરૂભાઈ ઠુંમર, રણછોડભાઈ પેઢડીયા, મનસુખભાઈ ગોદડકા, લાલજીભાઈ ચીરોયા, આશીષ તન્ના, વિશાલ બાટવીયા, મહેન્દ્રભાઈ રાજવીર, શૈલેશભાઈ મેઘાણી, જયશ્રીબેન રાઠોડ, ગોવિંદભાઈ, રામજીભાઈ ંફૂલતરીયા વગેરેનું માર્ગદર્શન મળેલ.

(4:05 pm IST)