Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ખાનગી જમીન ઉપર મકાનો બનાવી ઠગાઇ કરવાના ગુનામાં આરોપીઓનો છુટકારો

રાજકોટ, તા., ૫: રાજકોટના જયુ. મેજી. કોર્ટમાં ખાનગી જમીન ઉપર પ્રવેશ કરી મકાનો બનાવી ખોટા સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી જમીન પચાવી પાડવાના કેસમાં આરોપી કરણા નાથા ભરવાડ, વલ્લભભાઇ વાણંદ, ખુમાનસિંહ જાડેજા, મુકેશ મકવાણા, કનકસિંહ ઝાલા, હિંમતભાઇ સાકરીયાને નિર્દોષ ઠણાવી છોડી મુકેલ છે.

બનાવની હકીકત એવી છે કે રાજકોટમાં કૃષ્ણનગરમાં શેરી નં. ૩/૬ના ખુણે આવેલ પ્લોટ નં. ૪૭ રે.સ.નં. ૩૯૯ની જમીન ઉપર ઉપરોકત તમામ આરોપીઓ સ્ટેમ્પ પેપર ઉપર ખોટા લખાણ ઉભા કરી  પ્રાઇવેટ પ્લોટમાં પ્રવેશ કરી પોતે મકાન બનાવી લઇ પ્લોટનો કબજો લઇ લેતા પ્લોટના મુળ માલીક હરીભાઇ નાથાભાઇએ પોલીસ કેસ કરતા આરોપી વિરૂધ્ધ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઇ.,ી.બો.બલક ૪ર૦, ૪૦૬, ૪૪૭ હેઠળ ગુન્હો દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને તેમના વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરતા રાજકોટના જયુ. મેજી.ની કોર્ટમાં કેસ ચાલતા આરોપીના વકીલ નિલેશકુમાર દવેએ તેમની દલીલોમાં જણાવેલ કે ફરીયાદ પક્ષ પોતાનો શંકા રહીત કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ છે અને પેશકદમીનો કોઇ પુરાવો પોલીસ કોર્ટમાં રજુ કરી શકેલ નથી અને રજુ કરેલા સાહેદોનો પુરાવો માની શકાય તેમ નથી જે દલીલ માન્ય રાખી નામ.કોર્ટે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

(4:04 pm IST)