Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ચેક રિટર્ન કેસમાં બંસી ઇમીટેશન વાળા પતિ - પત્નિને એક વર્ષની સજા અને ચેક રકમનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. પઃ રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ પર બંસી ઇમીટેશનના નામે ધંધો કરતા જયંતી ભાદાભાઇ ગોંડલીયા તથા તેના પત્ની ભાવનાબેન જયંતીભાઇ ગોંડલીયાનાઓએ તેનાજ પડોશી સંજયભાઇ પરસોતમભાઇ તળાવીયા પાસેથી ધંધા અર્થે લીધેલ રકમ રૂ. ૧,પ૯,ર૦૦/- નો ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા કેસ ચાલી જતા રાજકોટના મહે. એડી. ચીફ જયુડી. મેજી. સાહેબે આરોપીઓ પતિ-પત્નીને એક વર્ષની સજા તથા રૂ. ૧,પ૯,ર૦૦/- ફરીયાદીને વળતર પેટે એક માસમાં ચુકવવા અને તેમાં કસુર કર્યે વધુ છ માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, આદીત્ય મેટલના નામે કોઠારીયા રીંીંગ રોડ પર ધંધો કરતા અને સ્વાતી પાર્કમાં રહેતા સંજય પરસોતમભાઇ તળાવીયાએ તેજ સોસાયટીમાં રહેતા અને કોઠારીયા રોડ પર હુડકો શાક માર્કેટ પાસે બંસી ઇમીટેશનના નામે ધંધો કરતા જયંતીભાઇ ભાદાભાઇ ગોંડલીયા તથા તેના પત્ની ભાવનાબેન જયંતીભાઇ ગોંડલીયા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે બંને એક જ સોસાયટીમાં રહેતા હોય બંનેના ધંધા તથા રહેણાંક નજીક હોય, પારીવારીક સબંધો હોય તે નાતે આરોપીઓએ તેના ધંધા માટે રકમ રૂ. ૧,૬પ,૦૦૦/- લીધેલ અને ફરીયાદીએ રૂ. પ૮૦૦/- ના ઇમીટેશનના દાગીના ખરીદતા બાકી રહેતી રકમ રૂ. ૧,પ૯,ર૦૦/- ફરીયાદીનું કાયદેસરનું લેણું અદા કરતા ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા તે સબંધે ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં ફરીયાદીનું લેણું અદા ન કરતા બંને આરોપીઓ ચેકના સાઇનીંગ ઓથોરીટી હોવાથી બંને વિરૂધ્ધ અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ.

રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરીયાદ પક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસતાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, ફરીયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચુકવણી પેટે આપેલ હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલ છે તેમજ ચેક રીટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરીયાદીને ચુકવેલ હોવાનું પુરવાર થતું નથી.

હાલના આરોપી પુરતુ બેલેન્સ ન હોવા છતાં ખોટા ચેકો આપવા ટેવાયેલા હોવાનું સ્પષ્ટ જણાય છે તેમ માની આરોપી પતિ-પત્નીને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ એક માસમાં ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને તેમાં કસુર કર્યે વધુ છ માસની સજા ફરમાવતો સમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી સંજય તળાવીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(4:04 pm IST)