Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

અમરેલીના નવા ઉજળા ગામે આપઘાતની ફરજ પાડવાના કેસમાં આરોપીનો છૂટકારો

રાજકોટ, તા. ૫ :. અમરેલીના નવા ઉજળ ા ગામના પટેલ સમાજના ચર્ચાસ્પદ આપઘાત કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

આ કેસના બનાવની ટૂંકી હકીકત જોઈએ તો અમરેલી જિલ્લાના નવા ઉજળા ગામે ભવાનભાઈ જેરામભાઈ ધામત, રહે. મોટા લીલીયાવાળાના દિકરી રમીલાબેનના લગ્ન લલીત હીમતભાઈ કાવઠીયા સાથે થયેલા. આ લગ્ન જીવન દરમિયાન રમીલાબેનના કરીયાવર બાબતે અવારનવાર મેણાટોણા મારી શારીરિક-માનસિક દુઃખ ત્રાસ આપી મારકુટ કરી મરણ જવા માટે મજબુર કરતા રમીલાબેને શરીર પર કેરોસીન છાંટી આપઘાત કરેલ જે બનાવની ગુજરનાર રમીલાબેનના પિતા ભવાનભાઈ જેરામભાઈ ધામતએ વડીયા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ પતિ લલીત હીમતભાઈ કાવઠીયા તથા સાસુ-સસરા પર ઈ.પી.કોડ કલમ ૩૨૩, ૩૦૬, ૪૯૮/એ ની ફરીયાદ કરેલી.

આ અંગે વડીયા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તપાસ પૂર્ણ કરી આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ ફાઈલ કરેલ જે અંગેનો કેસ અમરેલીના ત્રીજા એડી. સેસન્સ જજશ્રી આર.આર. દવેની કોર્ટમાં ચાલી ગયેલ હતો.

આ કામે ફરીયાદ પક્ષ દ્વારા પોસ્ટમોર્ટમ કરનાર ડોકટર સહીત કુલ બાર સાહેદોને તપાસવામાં આવેલ તેમજ ફરીયાદ પક્ષ દ્વારા તેમનો કેસ સાબીત કરવા કુલ તેર દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા.

બચાવ પક્ષે આરોપીના એડવોકેટ મીતુલ જગદીશભાઈ આચાર્યની મુખ્ય દલીલો મુજબ લગ્ન જીવન ચૌદ વર્ષનું હોય એવીડન્સ એકટ કલમ-૧૧૩(બી)નું અનુમાન આરોપી વિરૂદ્ધ થઈ શકે તેમ નથી, તેમ જણાવેલ તેમજ દલીલમાં જણાવેલ કે ફરીયાદી ગુજરનારના પિતા છે જેઓ ફરીયાદ પહેલા થયેલ પોલિસ કાર્યવાહીની વિગતો છુપાવી રહેલ છે.

પોસ્ટમોર્ટમ દરમ્યાન બાહ્ય ઈજાના ચિન્હો જોવામાં આવેલ નથી તે જ રીતે ગુજરનારે  તેમના પિતાને ફોન કરેલ હોય પિતાએ બનાવના આગલા દિવસે ફોન પણ વાતો કરેલ હોય તે સંબંધેની કોલડીટે કબ્જે લેવામાં આવેલ નથી. આમા 'સુન બી ફોર ડેથ' અને 'લાસ્ટ ઈન્સ્ટીગ્રેસન મોમેન્ટ' સાબીત થતા નથી જેથી આરોપીને છોડી મુકવા દલીલ કરેલ.

સેસન્સ કોર્ટે આઇ.પી.સી. કલમ૧૦૭ ને ધ્યાને લઇ આરોપીઓએ એબેટમેન્ટ કરેલાનુ સાબીત માનેલ નથી બચાવ પક્ષના એડવોકેટ મીતુલ આચાર્યની દલીલ સાથે સંમત થઇ આરોપીને છોડી મુકવા હુકમ કરેલ છે.

આ કામે આરોપી તરફે એડવોકેટશ્રી કૌશીક જગદીશભાઇ આચાર્ય, મીતુલ જગદીશભાઇ આચાર્ય, એમ.આર.ગઢવી, નિરલ કિરણભાઇ રૂપારેલીયા તથા કૌશીક સોઢા રોકાયેલા હતા.

(4:03 pm IST)