Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

CA ફાઉન્ડેશનની પરીક્ષામાં સારથી એકેડેમીના છાત્રોનો રાષ્ટ્રીયકક્ષાએ દબદબો

ઓમ બુધ્ધદેવ ૩૪ અને મીત દક્ષિણી ૩૬માં ક્રમે ઝળકયા : નિષ્ણાંત ફેકલ્ટીઝ દ્વારા સતત અને સચોટ શિક્ષણ અને અસરકારક માર્ગદર્શન મળ્યું સફળતાની સીડી ૮૦માંથી ૪૯ છાત્રોએ ઉતીર્ણ

અકિલા કાર્યાલય ખાતે સારથી એકેડેમીના સીએ જીજ્ઞેશ રાઠોડ, સીએ અલ્પેશ ત્રિવેદી, સીએ સમીર માણેક, પ્રો. બકુલ કાનાણી સાથે એકેડેમીના છાત્રો પૂર્વા દોશી, પ્રિયાંશી દાવડા, કૃપા તન્ના, સમીર માણેક, કવિન જસાણી, દક્ષિણી મીત, ઓમ બુધ્ધદેવ, વિકાસ મારૂ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૫ : સફળતાને કોઇ સીમાડા ન હોય... માત્ર સતત અને સચોટ મહેનત તેમજ યોગ્ય માર્ગદર્શન દ્વારા ચોક્કસ સફળતા મળે છે. આવી ઉકિત રાજકોટની સારથી એકેડેમીના છાત્રોએ ચરિતાર્થ કરી છે.  સારથી એકેડેમીએ સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં માત્ર રાજકોટ જ નહી દેશભરમાં ડંકો વગાડયો છે. સારથી એકેડેમીમાં ઓમ બુધ્ધદેવે ૩૪ અને મિત દક્ષિણીએ ૩૬મું સ્થાન રાષ્ટ્રીયકક્ષાએ મેળવ્યું છે. ઓમ બુધ્ધદેવ અને મિત દક્ષિણિએ તેની સફળતાનો 'યશ' સારથી એકેડેમીના નિષ્ણાંત ફેકલ્ટીઝને આપ્યો છે.

સારથી એકેડેમી રાજકોટના સંચાલક સીએ જીજ્ઞેશ રાઠોડ અને સીએ અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું છે કે, તાજેતરમાં નવેમ્બર - ૨૦૧૯માં લેવામાં આવેલી સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં સારથી એકેડેમીના વિદ્યાર્થીઓ ઓમ બુધ્ધદેવ તથા મીત દક્ષિણી રાષ્ટ્રીય કક્ષાએ અનુક્રમે ૩૪માં અને ૩૬માં ક્રમાંકે પાસ થઇ સમગ્ર દેશમાં રાજકોટનું ગૌરવ વધાર્યું છે. સીએ ફાઉન્ડેશનનું ઓલ ઇન્ડિયા ૩૫% અને રાજકોટનું ૩૦% ટકા તો સારથી એકેડેમીના ૬૦% પરીક્ષાર્થીઓ પાસ થયા છે.

ઉપરાંત સમગ્ર રાજકોટ સેન્ટરમાંથી એકેડેમીના ૭ વિદ્યાર્થીઓએ ટોપ ૧૦માં સ્થાન મેળવી સારથી એકેડેમીનું નામ રોશન કર્યું છે તથા સારથી એકેડેમીના માર્ગદર્શન હેઠળ મહેનત કરી ૪૯ વિદ્યાર્થીઓએ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરેલ છે.

નિયમિત અભ્યાસ અને સમયના સચોટ આયોજન સાથે અભ્યાસક્રમ પૂર્ણ કરી, આંતરિક કસોટીઓ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું સ્થાન અંકિત કરાવવા માટે સારથી એકેડેમીએ ટુંક સમયમાં જ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સારથી એકેડેમીમાં તમામ વિષયોનું શિક્ષણ કાર્ય ૧૦થી ૨૫ વર્ષના અનુભવી શિક્ષણવિદો દ્વારા થઇ રહ્યું છે. આ સફળતામાં સારથી એકેડેમીની ટીમ, સીએ જીજ્ઞેશ રાઠોડ, સીએ અલ્પેશ ત્રિવેદી, ડો. સમીર માણેક, પ્રો. બકુલ કાનાણી, પ્રો. પિયુષ શાહ, સીએ મિલાન કક્કડ, સીએ રિધ્ધી શેઠ તથા સીએ રાજ વોરાના અથાગ પ્રયત્નોનો સિંહફાળો રહ્યો છે.

સારથી એકેડેમી કે જે ઘણા વર્ષોના અનુભવી ટીમ સાથે સીએ જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના માર્ગદર્શન અને શિક્ષણ કાર્યની સાથે જોડાયેલ છે.

આ ઉપરાંત રાજકોટ કક્ષાએ પણ સારથી એકેડેમીના વિદ્યાર્થીઓએ મેદાન મારતા કુલ ૪૯ વિદ્યાર્થીઓએ પણ ઝળહળતુ પરિણામ પ્રાપ્ત કર્યું છે. જેમાં ટોપટેનમાં ઓમ બુધ્ધદેવ, મિત દક્ષિણી, પૂર્વા દોશી, કૃપા તન્ના, અંકિત ગાદેશા, કવિન જસાણી, વિકાસ મારૂ, ગૌતમ શિંગાળા, જુગલ ગણાત્રા, પ્રિયાંશી દાવડાનો સમાવેશ થાય છે.

અભ્યાસક્રમ પૂર્ણ કરી, આંતરિક કસોટીઓ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ વિદ્યાર્થીઓને પોતાનું સ્થાન અંકિત કરાવવા માટે સારથી એકેડેમીએ ટુંક સમયમાં જ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સારથી એકેડેમી

૨૫/૩૬ જાગનાથ પ્લોટ,

સ્મિત કોમ્પલેક્ષ, ૨જો માળ,

એસ્ટ્રોન ચોકની બાજુમાં, રાજકોટ

(4:03 pm IST)