Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

કોંગ્રેસ દ્વારા દરેક વોર્ડમાં બુથવાઇઝ જનમિત્ર બનાવાશે : ૩૮૦ સંયોજકોની નિમણૂંક

સંગઠન મજબુત બનાવીઃ ઘર -ઘર સુધી પહોંચવા પ્રમુખ અશોકભાઇ ડાંગર કટીબધ્ધ

રાજકોટ,તા.૫:શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં ૧ થી ૧૮ વોર્ડમાં ૩૮૦ સેકટર સંયોજકની નિમણુંક રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર દ્વારા કરવામાં આવેલ છે.

તેમજ વોર્ડ પ્રમુખ અને સેકટર સંયોજકને તેઓની હેઠળ આવતા તમામ બુથમાં તેઓ દ્વારા જનમિત્ર બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે જયારે જનમિત્ર બનાવવામાં દરેક બુથમાં એક પુરુષ જનમિત્ર અને એક મહિલા જનમિત્ર ની નિમણુંક કરવામાં આવશે અને કોંગ્રેસ પક્ષની વિચારધારા ઘર-ઘર સુધી પહોંચાડવા માટે કામગીરી કરવામાં આવશે અને આગામી ચુંટણીમાં કોંગ્રેસપક્ષને વધુ મજબુત કરવામાંટે જનમિત્રની નિમણુંક કરવામાં આવી રહી છે,

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજકોટ શહેરના વિધાનસભા પ્રભારી જીવણભાઈ કુંભારવાડીયા, રાજેશભાઈ જોશી દ્વારા વોર્ડ પ્રમુખો અને સેકટર સંયોજકને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

સેકટર સંયોજકની નિમણુંક પ્રસંગે ઉપસ્થિત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ગુજરાત પ્રદેશ આગેવાનો  ડો.હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પ્રદીપભાઈ ત્રિવેદી, દિનેશભાઈ ચોવટિયા, રહીમભાઈ સોરા, મયુરસિંહ જાડેજા, મુકેશભાઈ ચાવડા, ફ્રન્ટલ પ્રમુખ મહિલા કોંગ્રેસ - મનીષાબા વાળા, સેવાદળ-ભાવેશભાઈ ખાચરીયા, યુથ કોંગ્રેસ- જયપાલસિંહ રાઠોડ, NSUI- નરેન્દ્ર સોલંકી, જિલ્લા યુથ કોંગ્રેસ-મુકુંદભાઈ ટાંક,  સેલ ચેરમેન ઓબીસી-રાજેશ આમરણીયા, માઈનોરીટી-યુનુસભાઈ જુણેજા, ફરિયાદ સેલ- આશિષસિંહ વાઢેર, વિચાર્વીભાગ-સંકેત રાઠોડ, પૂર્વ વિરોધપક્ષના નેતા કેયુરભાઈ મસરાણી, પ્રવીણભાઈ રાઠોડ, વોર્ડ પ્રમુખો રમેશભાઈ જુન્જા,તુષારભાઈ દવે , અલ્પેશભાઈ ટોપિયા, રણમલભાઈ સોનારા, રાજેશભાઈ કાપડિયા, કેતનભાઈ જરીયા, મહેન્દ્રભાઈ શ્રીમાળી, ગીરીશભાઈ ઘરસંડિયા, જગદીશભાઈ ડોડીયા, જગદીશભાઈ સખીયા,મેપાભાઈ કણસાગરા, રાજેશભાઈ કાચા, વાસુભાઈ ભંભાણી, દીપુલભાઈ સાવલિયા ,દર્શનભાઈ ગૌસ્વામી, દિપકભાઈ ધવા, રાજકોટ મનપાના ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણી, કોર્પોરેટરો ગીતાબેન પુરબીયા, દિલીપભાઈ આસવાણી, અનિલભાઈ જાદવ, વસંતબેન માલવી, સંજયભાઈ અજુડીયા, રવજીભાઈ ખીમસુરીયા, જયાબેન ટાંક, ઘનશ્યામસિંહ જાડેજા, મેનાબેન જાદવ, નીર્મલભાઈ મારું, જેન્તીભાઈ બુટાણી વગેરે આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(4:01 pm IST)