Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

સરદારધામ યુવા તેજસ્વીની દ્વારા શનિવારે કાજલ ઓઝા વૈદ્યનો મોટીવેશનલ કાર્યક્રમ

દિકરીઓ માટે સ્વાવંલંબી યોજનાનું લોન્ચીંગ : રૂ.૧ના ટોકન દરે યોજનાના લાભ લઇ શકશે

રાજકોટઃ તા.૫, મહિલા દિન નિમિતે સરદાર ધામ યુવા તેજસ્વીની દ્વારા ખાતે તા.૭ના શનિવારે મોટીવેશનલ કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું છે. જેના મુખ્ય વકતા તરીકે કાજલ ઓઝા વૈદ્ય ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં સરદારધામ પ્રમુખ ગગજી સુતરીયા, ઉપપ્રમુખ પરેશ ગજેરા, માર્ગદર્શન મહેન્દ્રભાઇ ગજેરા, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર મહેન્દ્રભાઇ ફળદુ, શૈલેષભાઇ સગપરીયા, જયેશભાઇ પટેલ, યોગેશભાઇ અકબરી, મંથનભાઇ દઢાણીયા, યતિનભાઇ રોકડ અને સુભાષભાઇ ડોબરીયા ઝોન પ્રભારી તેમજ સરદાર ધામ પ્રમુખ સેવક ગગજી સુતરીયા, ઉપપ્રમુખ પરેશ ગજેરા, માર્ગદર્શન નાથાભાઇ કાલરીયા, માર્ગદર્શન મહેન્દ્રભાઇ ગજેરા, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર મહેન્દ્રભાઇ ફળદુ, શૈલેષભાઇ સગપરીયા જયેશભાઇ પટેલ, યોગેેશભાઇ અકબરી, મંથનભાઇ ડઢાણીયા યતિનભાઇ રોકડ અને સુભાષભાઇ ડોબરીયા ઝોન પ્રભારી તેમજ સરદાર ધામ યુવા તેજસ્વીની સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર શર્મીલાબેન બાંભણીયા અને જયોતિબેન ટીલવાના અધ્યક્ષ સ્થાને વિશ્વ મહિલા દિવસ નિમિતે યોજાઇ રહેલા કાર્યક્રમમાં પાટીદાર મહિલાઓને ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત આમંત્રીત મહેમાનોમાં સરદારધામ સાથે જોડાયેલા સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના ટ્રસ્ટીઓ સમાજની વિવિધ સંસ્થાઓ જેવી કે. વી.આર.વન મહિલા સોશિયલ ગ્રુપ, યુ.વી. વુમન્સ કલબ રાજકોટ ઉમિયા સંગઠન રાજકોટ બેડીપરા મહિલા સોશિયલ ગ્રુપ, વાણીયાવાડી મહિલા સેવા સમિતિ સિદસર સમિતિ સંગઠન રાજકોટ સારથી ગ્રુપ મહિલા સમિતિ બેડીપરા એસપીજી મહિલા તેજસ્વીની સમિતિ,  તથા મહિલા મંડળ રાધિકા મવડી મહિલા મંડળ મવડી, સાથી મહિલા મંડળ યુનિવસીર્ટી રોડ, નીલકંઠ મહિલા મંડળ ઓમનગર તથા ટીમ સરદારધામ યુવા તેજસ્વીના હોદેદારો ઉપસ્થિત રહેશે.

વિશ્વ મહિલા દિવસ નિમિતે આગામી ૭ માર્ચ શનિવારે કુમકુમ પાર્ટી પ્લોટ, બિગબઝાર પાસે, ૧૫૦ ફુટ રીંંગ રોડ રાજકોટ ખાતે બપોરે ૩ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે.

આયોજનને સફળ બનાવવા શર્મિલાબેન બાંભણીયા, અનિતાબેન દુધત્રા, જાગૃતિબેન ઘાડીયા,  રીટાબેન લુણાગરીયા, વૈશાલીબેન સોરઠીયા, મીનાબેન શિંગાળા, કવિતાબેન  વાડોદરીયા, રંજન પીપળીયા, હંંસાબેન અકબરી, મીનાબેન પરસાણા, કૈલાસબેન માયાણી, સોનલબેન ચોવટીયા, ઉષાબેન અણદાણી, લતાબેન સોરઠીયા, સવિતાબેન સભાયા, જયોતિબેન ટીલવા, શોભનાબેન સાકરીયા, ભારતીબેન ગીણોયા, જયશ્રીબેન કાછડીયા, ચંદ્રીકાબેન વણપરીયા, રૂપલ જસાણી, પ્રભામાસી, લક્ષ્મીબેન પાનસુરીયા, મનીષાબેન રામાણી, શીતલબેન, માહિબેન, ભાવનાબેન રાજપરા, આરતી કુંડલીયા, રેખાબેન ત્રાંબડીયા, નયનાબેન માકડીયા, કાન્તાબેન ફળદુ, વનીતાબેન પટેલ, ભાવનાબેન કાલરીયા, કંચનબેન મોરડીયા, નીતાબેન ઘોડાસરા, પારુલબેન કાલરીયા, અમિતાબેન વેગડા, કંચનબેન મોરી વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.  વધુ વિગત માટે મો.૯૭૨૫૨૦૮૮૭૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:00 pm IST)