Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

અર્બન પબ્લીક હેલ્થ સેન્ટરનાં કાયમી સ્ટાફમાં હાલનાં હંગામી કર્મચારીઓની ભરતી કરવા રજૂઆત

ર૦૦૬ થી હંગામી ધોરણે ફરજ બજાવતાં કર્મચારીઓ દ્વારા પદાધિકારીઓને આવેદન પાઠવાયુ

રાજકોટ તા. પ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આધારીત વિવિધ અર્બન પબ્લીક હેલ્થ સેન્ટર (આરોગ્ય કેન્દ્રો) ચાલી રહયા છે. જેમાં ર૦૦૬ થી હંગામી ધોરણે ફરજ બજાવતાં ર૦૦ થી  વધુ કર્મચારી ભાઇ-બહેનોને હવે પછી અર્બન પબ્લીક હેલ્થ સેન્ટર માટે બનાવાયેલ કાયમી સ્ટાફ સેટઅપમાં ભરતી માટે અગ્રીમતા આપવા મ્યુ. કોર્પોરેશનનાં તમામ પદાધિકારીઓને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી.

૪૦ જેટલા હંગામી કર્મચારીઓએ પાઠવેલા આ આવેદન પત્રમાં જણાવાયુ છે કે, અમોને રાજકોટ શહેરી વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવા માટે નેશનલ હેલ્થ મિશન તથા અર્બન હેલ્થ સોસાયટી, અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં જુદી જુદી કેડર માટે ગુજરાત સરકારશ્રીનાં ધારા ધોરણ મુજબ નિયત ભરતી પ્રક્રિયા કરી ૧૧ માસના કરારજન્ય ધોરણે ફિકસ વેતનથી નિમણુક આપવામાં આવેલ છે. અમો રાજકોટ મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સોસાયટી દ્વારા નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામની શરૂઆત થઇ ત્યારથી અમો રાજકોટ શહેરી વિસ્તારમાં ફરજ બજાવીએ છીએ. ગુજરાત રાજયના તમામ જીલ્લા પંચાયત તથા મહાનગરપાલિકા માં આ પ્રકારનું માળખુ ઉભુ કરી આરોગ્ય લક્ષી સેવાઓ પુરી પાડવામાં આવે છે જેમાં કરારજન્ય ધોરણે નિમણુંક આપી આરોગ્ય લક્ષી કામગીરી કરાવવામાં આવે છે.

દરમિયાન રાજય સરકારશ્રી દ્વારા મહાનગરપાલિકા કક્ષાએ આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા રાજયની તમામ મહાનગરપાલિકાઓ ખાતે 'અર્બન હેલ્થ પ્રોજેકટ સેલ' અંતર્ગત  વર્ષ ર૦૧૯-ર૦ માં રાજકોટ મહાનગરપાલિકા ખાતે યુ-પીએસસી ની વર્ગ-ર અને વર્ગ-૩ ની મહેકમ મંજૂર કરવામાં આવેલ છે.

જેમાં તબીબી અધિકારી, ૧૪, લેબ ટેકનીશીયન ૭, ફર્માસીસ્ટ ૯, ફીમેલ હેલ્થ સુપરવાઇઝર ર૧, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર ર૧, ફીમેલ હેલ્થ વર્કર ૪૮, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ૧૧૭ સહિત કુલ ર૩૭ અધિકારી - કર્મચારીઓની ભરતી કરવાની છે.

આથી હેલ્થ સોસાયટી, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં જુદી જુદી કેડર પર વર્ષ ર૦૦૬ થી ખંતપૂર્વક તેમજ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ઉકત વર્ષ ર૦૧૯-ર૦ માં રાજકોટ મહાનગરપાલિકા ખાતે નવી બાબત તરીકે મંજૂર થયેલ. યુ-પીએચસી ની વર્ગ-ર  અને વર્ગ-૩ ની જગ્યા ભરવા માટેની જાહેરાતમાં અમારા બહોળો અનુભવને ધ્યાને લઇ હાલ ફરજ બજાવતા તમામ સ્ટાફને ભરતીમાં અગ્રીમતા આપવા માંગ છે.

(3:59 pm IST)