Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ઈન્ડિયન ઓઇલનો એનર્જી ગેટ વે... હર એક કદમ દેશ કે નામ

બીએસ-૬માં સલ્ફરનું પ્રમાણ ૧૦ પીપીએમ છે, જે બીએસ-૪ના ૫૦ પીપીએમની તુલનાએ ઘણુ ઓછું : ઈન્ડિયન ઓઈલના કંડલાના અધિકારીઓએ પત્રકાર પરિષદમાં વિગતો આપી : ૧લી એપ્રિલથી સમગ્ર દેશભરમાં બીએસ-૬નું અનુપાલન અમલી બનશે : આ ઈંધણથી પર્યાવરણને પણ નુકશાન ઓછુ થશે : પૂર્વ અને દક્ષિણમાં બીએસ-૬નો પુરવઠો પહોંચાડવામાં કંડલા કોમ્પલેક્ષ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે : બીએસ-૬ ઈંધણ પૂરૂ પાડવા માટે રીફાઈનરી પાઈપલાઈન સ્ટોરેજ ટર્મીનલ અને રીટેલ આઉટલેટ્સ જેવી તમામ માળખાકીય સુવિધાઓમાં ફેરફાર કરાયા : અંદાજે ૧૭ હજાર કરોડનો ખર્ચ થશે : કંડલામાં ૧૨૭ રીટેલ આઉટલેટ્સ, ૧૫ એલપીજી બોટલીંગ પ્લાન્ટ્સ, ૫૩ કન્ઝયુમર્સ અને ૫ ડિલરોને પુરવઠો પૂરો પાડે છે : ફુજૈરાહ ઈરાક, મલેશીયા, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં વિકાસ : કંડલા કોમ્પલેક્ષને બ્રિટીશ સેફટી કાઉન્સીલ લંડન દ્વારા ૩થી વધુ એવોર્ડ મળ્યા : દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે બે વર્ષ પહેલા જ નેશનલ કેપીટલ ટેરીટરીમાં તથા રાજસ્થાન, યુપી, હરિયાણા સહિતના શહેરોમાં બીએસ-૬નો પુરવઠો શરૂ કરી દીધો હતો : એડવાન્સ સલ્ફર એન્લાઈઝર લેબ ટેસ્ટીંગની સુવિધા ધરાવતુ ગુજરાતનું પ્રથમ ટર્મીનલ કંડલાનું છે : દેશમાં વીએલએસએફઓ, માર્કોલ, બંકરીંગ, ફયોલનું ઉત્પાદન અને વેચાણ કરનાર આઈઓસી પ્રથમ કંપની છે

રાજકોટ : ઈન્ડિયન ઓઈલ દ્વારા કંડલા કોમ્પલેક્ષ ખાતે પેટ્રોલ, ડિઝલ, કેરોસીન, એલપીજી ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉપરોકત તસ્વીરમાં કંડલા ખાતેની આઈઓસીની રિફાઈનરી નજરે પડે છે.

આ છે આઈઓસી ટીમના સફળ સંચાલકો : રાજકોટ : ઈન્ડિયન ઓઈલ કંપની દ્વારા ગઈકાલે કંડલા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આગામી ૧ એપ્રિલથી બીએસ-૬નું વેચાણ શરૂ કરાયાનું સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. આ અંતર્ગત યોજાયેલ પત્રકાર પરિષદમાં આઈઓસીના અધિકારીઓ સર્વેશ્રી સદાનંદ મિશ્રા (ડીજીએમ), શ્રી પી.એલ. કૈમ (જીએમ, પ્લાન્ટ), શ્રી સુરેશ બેકોન (જીએમ), શ્રી એન.એન. નિમધે (સીજીએમ, એલપીજી), શ્રી નીતિન ભટ્ટનાગર (જીએમ) અને અંજલી ભાવે (જીએમ) ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ, તા.૫ : સમગ્ર ભારતમાં આગામી ૦૧ એપ્રિલ થી ઈંધણના વર્તમાન બીએસ-૪ માપદંડને બદલે સીધાં જ બીએસ-૬નું અનુપાલન અમલી બનશે. બીએસ-૬માં સલ્ફરનું પ્રમાણ ૧૦ પીપીએમ છે, જે બીએસ-૪ના ૫૦ પીપીએમની તુલનાએ ઘણું ઓછું હોવાનું ગઈકાલે કંડલા ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં શ્રી સદાનંદ મિશ્રા (ડીજીએમ), શ્રી પી.એલ. કઈમ (જીએમ પ્લાન્ટ, એલપીજી ઈમ્પોર્ટ ટર્મીનલ), શ્રી સુરેશ બકોન (જીએમ), શ્રી એન. એમ. નિમજે (સીજીએમ, એલપીજી), શ્રી નીતિન ભટ્ટનાગર (જીએમ), શ્રીમતી અંજલી ભાવે (જીએમ)એ જણાવ્યુ હતું.

બીએસ-૬ ઈંધણ પૂરું પાડવા માટેના ગુણવત્ત્।ા નિયમનના ચુસ્ત અનુપાલન માટે રિફાઈનરીઝ, પાઈપલાઈન્સ, સ્ટોરેજ ટર્મિનલ્સ તથા રિટેલ આઉટલેટ્સ જેવી તમામ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરાયો છે.  અખિલ ભારતીય સ્તરે બીએસ-૬માં પરિવર્તિત થવાનો આયોજિત ખર્ચ આશરે રૂ. ૧૭,૦૦૦ કરોડ જેટલો થશે.

માત્ર પશ્ચિમ અને ઉત્ત્।રમાં જ નહીં, પરંતુ અનિવાર્ય સંજોગોમાં પૂર્વ અને દક્ષિણમાં બીએસ-૬નો અવિરત પુરવઠો ઉપલબ્ધ બનાવવામાં કંડલા કોમ્પ્લેકસ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે.  સંપૂર્ણ કાર્યરત સુવિધાઓ(ટેન્કર લોડિંગ/ અનલોડિંગ, રેક લોડિંગ/અનલોડિંગ, ટીટી લોડિંગ, પાઈપલાઈન રિસીપ્ટ/ડિલિવરી) ધરાવતું કંડલા કોમ્પલેકસ પશ્યિમમાં ઈન્ડિયન ઓઈલનો એનર્જી ગેટવે છે, જે દેશમાં કટોકટીના સંજોગોના સંચાલનની ક્ષમતા ધરાવે છે.

કંડલા સંકુલ ઈન્ડિયન ઓઈલની ત્રણ સુવિધાઓ ધરાવે છે, જેમાં કંડલા ફોરશોર ટર્મિનલ- ઈન્ડિયન ઓઈલનું સૌથી મોટું પીઓએલ ટર્મિનલ, કંડલા મેઈન ટર્મિનલ- ઈન્ડિયન ઓઈલનું પ્રથમ અને સૌથી જૂનું ટર્મિનલ તથા કંડલા એલપીજી ઈમ્પોર્ટ પ્લાન્ટનો સમાવેશ થાય છે. ટર્મિનલ પાસે સૌથી વધુ ટેન્કેજ હોવાને કારણે અછતના સમયમાં તે બફર તરીકે ઉપયોગી નિવડે છે. તે ઉત્ત્।ર, પશ્ચિમ, દક્ષિણ તથા મધ્ય ભારતના રાજયોમાં વિતરણ માટેની આયાતનું સંચાલન કરવા ઉપરાંત મથુરા, બરૌની, બોંગાઈગાંવ, કોયલી તથા પાણિપત જેવી રિફાઈનરીઝના ઈવેકયુએશન માટે નિકાસ કરે છે.

કોયલી રિફાઈનરીને જેએનપીટી, વાસ્કો તથા મેંગ્લોર માટે કોસ્ટલ લોડિંગ માટે કંડલા સિસ્ટમમાંથી ખસેડાઈ રહી હોવાથી કંડલા ખાતે તાજેતરમાં કાર્યરત કરાયેલી એટીએફ ફેસિલિટીના કારણે કોયલીથી પૂણે એફએસના માર્ગ પરિવહનના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બરૌની અને બોંગાઈગાંવ રિફાઈનરીઝના ડીએચડીટી (ડીઝલ હાઈડ્રોટ્રીટિંગ ટેકનોલોજી) ફીડ સ્ટોક(બીએસ-૬ ગ્રેડના ઈંધણના ઉત્પાદન માટે) કંડલા ખસેડાઈ ત્યાંથી તેની નિકાસ કરાનારી હોઈ આ સુવિધા બીએસ-૬ ગ્રેડના ઈંધણના રૂપાંતરણની કામગીરી સરળતાથી થાય તે સુનિશ્ચિત કરે છે.

આમ તે આ રિફાઈનરીઓને ક્રૂડ પ્રોસેસિંગ તથા બીએસ-૬ ગ્રેડના ઉત્પાદનની જાળવણીમાં મદદ કરે છે. આ જ પ્રમાણે પાણિપત તથા મથુરા રિફાઈનરીમાંથી  વધારાના એસકેઓ (સુપિરીયર કેરોસીન ઓઈલ) ની કંડલા નિકાસ કરાય છે જેનાથી આ રિફાઈનરીઓને તેમનું બીએસ-૬ ગ્રેડનું ઉત્પાદન વધારવામાં મદદ મળી છે.

દિલ્હીમાં પ્રદુષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ૦૧-૦૪-૨૦૧૮થી જ નેશનલ કેપિટલ ટેરિટરી(એનસીટી)માં બીએસ-૬નો પુરવઠો શરૂ કરી દીધો હતો. આ ઉપરાંત સરકારે રાજસ્થાન, ઉત્ત્।રપ્રદેશ અને હરિયાણા તથા દિલ્હી એનસીટીના સંલગ્ન ૨૦ જિલ્લાઓમાં બીએસ-૬ ઓટો ઈંધણનો પુરવઠો ઉપલબ્ધ બનાવવાનું શરૂ કરી દીધું છે. કંડલા કોમ્પલેકસે મેરઠ ટર્મિનલ તથા કાનપુર ટર્મિનલને બીએસ-૬માં  રૂપાંતરણ માટે વહેલા બીએસ-૬ એમએસ રેક લોડિંગ્સ ઉપલબ્ધ બનાવતા આ શકય બન્યું હતું. કંડલા કોમ્પલેકસ, બીએસ-૬ ઈંધણ માટે એડવાન્સ સલ્ફર એનલાઈઝર લેબ ટેસ્ટિંગ સુવિધા ધરાવતું  ગુજરાતનું પ્રથમ ટર્મિનલ છે.

ભારતમાં વીએલએસએફઓ માર્પોલ બંકરિંગ ફ્યુઅલનું ઉત્પાદન અને વેચાણ કરનાર ઈન્ડિયન ઓઈલ પ્રથમ કંપની છે.

કંડલા કોમ્પલેકસ ૧૨૭ રિટેલ આઉટલેટ્સ, ૧૫ એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ, ૫૩ કન્ઝયૂમર્સ અને ૫ એસકેઓ ડિલર્સને ઉત્પાદનો ઉપલબ્ધ બનાવે છે. આ ઉપરાંત તે ૨૦ ઔદ્યોગિક ગ્રાહકો, ૨૫ બંકરિંગ ગ્રાહકો તથા ૧૦ ટ્રેડ કેરિયર વેસલ્સને પુરવઠો ઉપલબ્ધ બનાવે છે.

કોમ્પલેકસ મુખ્યત્વે જેબેલ અલી, ફુજૈરાહ, તાનજંગ, મલેશિયા, ઓમાન, ચીન, સાઉદી અરેબિયા, કતાર, આબુ ધાબીમાંથી એલપીજીની આયાત કરે છે અને ફુજૈરાહ, ઈરાક, મલેશિયા, બાંગ્લાદેશ તથા શ્રીલંકામાં નિકાસ કરતા હોવાનું જણાવાયુ છે.

કંડલા કોમ્પલેકસના સ્થળોને બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલ, લંડન તરફથી ૨૦૧૭, ૨૦૧૮ તથા ૨૦૧૯ની ઈન્ટરનેશનલ બ્રિટિશ સેફ્ટી એવોર્ડ્ઝ એનાયત કરાયા હતાં.

દેશની એલપીજીની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કોમ્પલેકસે એલપીજી પ્લાન્ટની લોડિંગ કામગીરી ૨૪ કલાક શરૂ કરી છે. પીએમયુવાયના ૮ કરોડ જોડાણમાંથી આઈઓસીએ ૩.૫ કરોડ જોડાણો આપ્યાં છે. ૨૦૧૪માં અખિલ ભારતીય સ્તરે એલપીજીનો વ્યાપ ૫૬ ટકા હતો જે હાલમાં ૯૭ ટકા છે.

કંડલા એક સ્માર્ટ ટર્મિનલ હોવાને કારણે ટેન્ક ટ્રક ભરવાની કામગીરી સંપૂર્ણપણે ઓટોમેશન પર થાય છે. ટેન્ક ટ્રકનું લાઈનમાં લાગવું, પ્રત્યેક ટીટીને ફાળવાતું આરએફઆઈડી કાર્ડ અને મુખ્ય દરવાજા નજીક આરએફઆઈડી પણ આપમેળે બની જાય છે. ટર્મીનલમાં ટેન્ક ભરવા માટે ડ્રાઈવર્સને માહિતી આપવા વિઝયુઅલ ડિસ્પ્લે સિસ્ટમ પણ ઓટોમેટેડ છે.

સ્માર્ટ ટર્મિનલનું મહત્વના ડિફરન્શિયેટર ૧. એસએમએસ ઈન્ટેન્ડિંગ, ૨. ઓટો ટીટી કયુઈંગ, ૩. ઓટો ટીટી પ્લાનિંગ અને શેડ્યુલિંગ, ૪. ઓટો ફિલિંગ એડવાઈસ જનરેશન, ૫. અમાનવી ટ્રક ફિલિંગ, ૬. ઈનવોઈસ પર ઓટો કયુસી ડેટાનું રેકોર્ડિંગ, ૭. ઓટો ઈનવોઈસ જનરેશન, ૮. એસએમએસ મારફત ઉત્પાદનની માહિતી, ૯. ઓટો ગેજ બૂકિંગ-ઓપનિંગ સ્ટોક સર્ટીફિકેટ, અને ૧૦. ઓટો રોકર છે.

સ્માર્ટ ટર્મિનલનો કન્સેપ્ટ્સ સચોટ જથ્થા અને ગુણવત્ત્।ાપૂર્ણ ઉત્પાદનોની ડિલિવરી સુનિશ્યિત કરે છે, કારણ કે ત્યાં કોઈ માનવ દરમિયાનગીરી નથી હોતી અને તે ઉત્પાદનના પરિણામોના લોડિંગ અને રેકોર્ડિંગમાં સામેલ છે. તેને પરીણામે ટર્મીનલની અંદર ટ્રકનો ટર્નઅરાઉન્ડ સમય લગભગ ૨ કલાક અને ૪૦ મિનિટ જેટલો ઘટ્યો છે.

દેશમાં જાહેર અથવા ખાનગી ક્ષેત્રે સૌપ્રથમ વખત આટલા વ્યાપક પ્રમાણમાં સ્ટોરેજ ટર્મીનલમાં ઓટોમેશન અને ટેકનોલોજીનો સફળતાપૂર્વક વ્યાવસાયિક અમલ કરાયો છે. સ્માર્ટ ટર્મીનલે માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં બધા ટર્મીનલ્સ માટે નવા સિમાચિન્હો સ્થાપિત કર્યા છે.

પેટ્રોલ - ડિઝલની ચોરી હવે નહિંવત બનશે : આધુનિક ટેકનોલોજીવાળી સિસ્ટમ્સ વિકસાવાઈ

રાજકોટ : એવા અનેક બનાવો બહાર આવતા હોય છે કે રીફાઈનરીમાંથી પેટ્રોલ-ડિઝલના ટેન્કરો ભર્યા બાદ હાઈવે ઉપર કે કોઈપણ સ્થળોએથી પેટ્રોલ - ડિઝલની ચોરી થઈ જતી હોય છે અને પેટ્રોલપંપના માલિકને ઓછું ઈંધણ મળ્યાની અનેક ફરીયાદો આવતી હોય છે. ત્યારે આ સામે એકદમ અત્યાધુનિક સિસ્ટમ્સ વિકસાવાઈ હોવાનું આઈઓસીના જીએમ શ્રી સુરેશ બકોને જણાવતા કહ્યું હતું કે, જયારે ટ્રક રિફાઈનરીમાં પેટ્રોલ કે ડિઝલ ભરાવવા આવે ત્યારે ગેઈટ પાસે ટ્રક પહોંચે ત્યારે આપોઆપ આ ટ્રકનું ઢાંકણું લોક થઈ જશે અને એ લોક જે - તે પેટ્રોલ પમ્પ ખાતે ટ્રક પહોંચશે તેની નિશ્ચિત કરેલી જગ્યાએ જ આ લોક ખુલશે, પરંતુ તે પહેલા પેટ્રોલ પંપના સંચાલકને મોબાઈલ ઉપર ઓટીપી આવશે. તેઓ કંપનીને એસએમએસ કરશે. ત્યારબાદ જ આ ટ્રકનો લોક ખુલી જશે. આમ, ટ્રકમાંથી પેટ્રોલ - ડિઝલની ચોરીના બનાવો બંધ થઈ જશે. હાલમાં આ સિસ્ટમ્સ દેશના અનેક રાજયોમાં શરૂ કરી દેવામાં આવી છે. ૨ થી ત્રણેક મહિનામાં જ ગુજરાતમાં પણ આ સિસ્ટમ્સ લાગુ થઈ જશે.

ઈન્ડિયન ઓઈલના કંડલા ખાતે ઈન્ડિયન ઓઈલની મુખ્ય ત્રણ સુવિધાઓ : આઈઓસીનું સૌથી મોટું પીઓએલ ટર્મીનલ, એલપીજી ઈમ્પોર્ટ પ્લાન્ટનો પણ સમાવેશ : અછતના સમયમાં બફર તરીકે પણ ઉપયોગી

રાજકોટ : કંડલા સંકુલ ઈન્ડિયન ઓઈલની ત્રણ સુવિધાઓ ધરાવે છે, જેમાં કંડલા ફોરશોર ટર્મિનલ- ઈન્ડિયન ઓઈલનું સૌથી મોટું પીઓએલ ટર્મિનલ, કંડલા મેઈન ટર્મિનલ- ઈન્ડિયન ઓઈલનું પ્રથમ અને સૌથી જૂનું ટર્મિનલ તથા કંડલા એલપીજી ઈમ્પોર્ટ પ્લાન્ટનો સમાવેશ થાય છે. ટર્મિનલ પાસે સૌથી વધુ ટેન્કેજ હોવાને કારણે અછતના સમયમાં તે બફર તરીકે ઉપયોગી નિવડે છે. તે ઉત્ત્।ર, પશ્ચિમ, દક્ષિણ તથા મધ્ય ભારતના રાજયોમાં વિતરણ માટેની આયાતનું સંચાલન કરવા ઉપરાંત મથુરા, બરૌની, બોંગાઈગાંવ, કોયલી તથા પાણિપત જેવી રિફાઈનરીઝના ઈવેકયુએશન માટે નિકાસ કરે છે.

:: આલેખન ::

સુનિલ મકવાણા

(3:58 pm IST)