Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

કે.કે.વી. હોલ પાસે કાર ભડકે બળીઃ લોકોના ટોળા

કારમાં ધુમાડો નીકળતા માતા-પુત્ર તાકીદે કારમાંથી ઉતરી ગયાઃ વાયરીંગમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગીઃ અઢી લાખનું નુકસાન

રાજકોટઃ. શહેરના કાલાવડ રોડ પરિમલ સ્કૂલ પાછળ શકિતનગરમાં રહેતા વેપારી આશિષભાઈ પોખરાજભાઈ જૈન સવારે માતા સાથે પોતાની જીજે ૩ જીઈ ૪૨૬૯ નંબરની આઈ-૧૦ કારમાં રણછોડનગર જતા હતા ત્યારે કે.કે.વી. હોલ પાસે ટ્રાફીક સીગ્નલ બંધ થતા આશિષભાઈએ પોતાની કાર ઉભી રાખી હતી. સાઈડ ખુલવામાં વાર હોવાથી પોતે કાર બંધ કરી હતી. કાર બંધ કર્યા બાદ સ્ટીયરીંગ પાસે વાયરીંગમાં શોટસર્કિટ થયા બાદ ધુમાડા નીકળવા લાગતા આશિષભાઈ અને તેના માતા તાકીદે બહાર નીકળી ગયા હતા અને કારમાં ધૂમાડા નિકળ્યા બાદ કાર સળગી ઉઠી હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રાફીક પોઈન્ટ પાસે ઉભેલા એક વોર્ડને પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઈન્ચાર્જે તાકીદે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી. તેમા અંદાજે ૨.૫૦ લાખનું નુકશાન થયુ હોવાનું કાર માલિકે જણાવ્યુ હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 pm IST)