Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ગાર્ડન યોગા એરોબિકસ દ્વારા મહિલા દિવસ નિમિતે ઝુમ્બાની ધમાલ મસ્તી અને ફેશન શો

અરવિંદભાઇ મણીયાર હોલમાં કાલે માત્ર બહેનો માટેનો કાર્યક્રમ : નિઃશુલ્ક પ્રવેશ

રાજકોટ તા. ૫ : વિશ્વ મહિલા દિવસને ધ્યાને લઇ ડો. ઉન્નતિ ચાવડા નિર્મિત ગાર્ડન યોગા એરોબિકસ ગ્રુપ દ્વારા કાલે તા. ૬ ના શુક્રવારે બહેનો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગાર્ડન યોગા એરોબીકસના બહેનોએ જણાવેલ કે કાલે તા. ૬ ના શુક્રવારે બપોરે ૩ થી ૭ દરમિયાન અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબેલી ગાર્ડન ખાતે આયોજીત આ કાર્યક્રમમાં શહેરભરના બહેનો માટે વિનામુલ્યે પ્રવેશ હશે.

જેમાં સુર્ય નમસ્કાર, ઓમ યોગા, પાવર ગરબા, હેલ્લારો, ડાંડીયા રાસ, બેલી ડાન્સ, શ્યામ ગરબાના મ્યૂઝીક સાથે ઝુમ્બાની ધમાલ મસ્તી થશે. સાથે ગુજજુ ફેશન શો પણ યોજવામાં આવ્યો છે.

યોગા, પ્રાણાયામ અને સ્વાસ્થ્ય લક્ષી એકસરસાઇઝ કરાવશે. અંદાજીત ૧૦૦ થી ૧૫૦ બહેનો ભાગ લેશે. ડો. ઉન્નતી ચાવડા દ્વારા સ્વસ્થ્ય લક્ષી માર્ગદર્શન અપાશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડો. ઉન્નતી ચાવડા, બીનાબેન ભાડેશીયા, જયશ્રીબેન રાવલ, ગીતાબેન કાનાબાર, જયશ્રીબેન ગોસ્વામી વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:52 pm IST)