Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

યુવા ભાજપ દ્વારા ધો.૧૦-૧૨ના છાત્રોને શુભેચ્છા

 રાજકોટ : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં યુવા મોરચા દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ના બોર્ડના પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી. આ તકે સતીષ ગમારા, કુલદીપસિંહ જાડેજા, વ્યોમ વ્યાસ, હિરેન રાવલ, જયરાજસિંહ જાડેજા, ડો.પ્રિતેશ પોપટ, વિમલ ઠોરીયા, દેવ ગજેરા, પરેશ રબારી, ચંદુભાઈ ભંડેરી, હેમાંગ પીપળીયા, મિલન લીંબાસીયા, તેજસ પ્રજાપતિ, રાજ દીક્ષીત, અજય લોખીલ, નાગજી રાદડીયા, હિતેશ ગોહેલ, અજયભાઈ રાજાણી, મૌલિક પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:51 pm IST)