Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

કોઠારિયા વિસ્તારમાં હરિ ધવા માર્ગ એક કરોડના ખર્ચે ડામરથી મઢાશે

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની ગ્રાન્ટમાંથી કામ મંજુરઃ પુર્વ ડે.મેયર વિનુભાઇ ધવાનાં પ્રયત્નો સફળ

રાજકોટ,તા.૫: શહેરનાં વોર્ડ નં.૧૭માં કોઠારિયા વિસ્તારમાં આવેલ હરિભાઇ ધવા માર્ગ પર ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની ગ્રાન્ટ માંથી એક કરોડનાં ખર્ચે પેવર કામ મંજુર કરવામાં આવ્યુ છે. આ કામ મંજુર થતા પુર્વ ડેપ્યુટી મેયર વિનુભાઇ ધવા સહિતનાં આગેવાનોની  રજૂઆતને સફળતા મળી છે.

 શહેરનાં કોઠારિયા વિસ્તારમાં આવેલ આવેલ  હરિભાઇ ધવા માર્ગ પર નંદા હોલ થી પટેલ ચોક સુધીનાં વિસ્તારમાં પેવર કામ કરવા  પુર્વ ડેપ્યુટી મેયર વિનુભાઇ ધવા, પુર્વ કોર્પોરેટર હસુભાઇ સોરઠિયા, વોર્ડનાં પુર્વ પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ, વોર્ડનાં પુર્વ મહામંત્રી ચંદુભાઇ ગરનાળા, નરેન્દ્ર રાઠોડ તથા દિનેશ ગોંડલિયા સહિતનાં આગેવાનો દ્વારા રાજકોટ-૭૦નાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલને રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆત બાદ ગાોવિંદભાઇ પટેલ દ્વારા તેમની ગ્રાન્ટ માંથી આ વિસ્તારમાં રૂ.૧ કરોડનાં ખર્ચે પેવર કામને મંજુરી આપવામાં આવી હતી. આ કામ મંજુર થતા ટૂંક સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે. લતાવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઇ છે. તેમ વિનુભાઇની યાદીમાં જણાવાયુ હતુ.

(3:50 pm IST)