Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

પાનખર ચાલે છે, ખરેલા પાનનો ધૂમાડો કરો તો 'કોરોના' ગોત્યોય નહીં જડે !

કોરોના વાયરસથી સૌમાં ગભરાટ છે, ફફડાટ છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. આનો ઉપચાર સાવ સહેલો છે, સરળ છે, ઘરગથ્થુ છે. અત્યાર પાનખર ઋતુની સીઝન છે. ગામો, નગરો અને મહાનગરોમાં નાના-મોટા રસ્તાઓ અને સોસાયટીની શેરી-ગલીઓમાં ઠેર ઠેર જુદા જુદા વૃક્ષોના પાન ખરતા હોય છે. જો લોકો દરરોજ સાંજે ૬ થી ૭ વચ્ચે નક્કી કરેલા સમયે એક સાથે એ પાંદડા સળગાવે તો તેનો જરૂર ફાયદો થાય. કોરોના વાયરસના સૂક્ષ્મ જંતુઓ આપણા વિસ્તારમાં પ્રવેશી શકે નહીં. આ માટે નગરસેવકો, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય પરિવાર, આર્ય સમાજ જેવી સંસ્થાના કાર્યકરો તથા જે તે શેરી-ગલી, મહોલ્લાના સક્રિય લોકો આ પાનખરના પાંદડા બાળવાનું નક્કી કરે તો મોટો ફાયદો થાય એમ છે. શકય હોય તો તેમાં છાણ અને કપુરની ગોટી નાખવાથી વધુ સારા પરિણામ મળી શકે.

મહાભયાનક કોરોના વાયરસ જે અતિ સૂક્ષ્મ હોવાથી નથી દેખાતો કે નથી પકડાતો. મેડીકલ સાયન્સ પાસે એની સામે લડવાના કોઈ સાધનો હાલ તો નથી જ. પરંતુ યજ્ઞનો અગ્નિ એને જરૂર નાથી શકે છે, આ વાયરસનું વાહક વાયુ છે એટલે કે ખૂબ ઝડપથી વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. હોળીમાં જેમ ધાણી, દાળીયા, ખજુર, પતાસા વિ. હોમીને વાયુ મંડળને શુદ્ધ કરવામાં આવે છે, એવી રીતે લીમડાના પાન, નીલગીરીના પાન, અરડુસી, અરડુસો, કરંજ જેવી જંતુઘ્ન વનસ્પતિના પાન સળગાવી આ સમસ્યા હલ કરી શકાય.

અત્યારે પાનખર ઋતુ ચાલે છે. અત્યારે ઠેર ઠેર આવી વનસ્પતિના પાન શેરીએ શેરીએ ઢગલાબંધ જોવા મળે છે. દરેક વોર્ડના કોર્પોરેટરો, પોતપોતાના વોર્ડમાં સાંજના ચોક્કસ સમયે આવા પાન લોકસહયોગથી એકત્ર કરી, હોળીની જેમ તેને સળગાવવામાં આવે તો વ્યાપક વિસ્તારમાં આ વનસ્પતિનો ધુમાડો વાતાવરણમાં ફેલાઈ અને સમગ્ર વાયુ મંડળ પર્જન્ય બને અર્થાત જંતુનાશક શકિતથી વાતાવરણ વાયરસ પ્રતિકારક બને. આ પ્રયોગ જેટલા વધુ પ્રમાણમાં થાય તેટલો વધુ લાભ થાય.(૨-૨૦)

ગાયત્રી ઉપાસક

જે.જે. યાદવ

મો. ૯૪૨૭૪ ૯૭૫૦૫

(3:49 pm IST)