Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

પોલીસ-દબાણ હટાવ શાખાનો સપાટો

શહેરમાં ૧રપ દબાણો દૂર : અર્ધો લાખનો દંડ : ૩૭૭ કિલો શાકભાજીનો નાશ

ત્રણેય ઝોનમાં કુલ ૯ ટીમો ત્રાટકતા ફેરિયાઓ રેકડી ધારકોમાં દોડધામનાં દ્રશ્યો સર્જાયા : ત્રણેય ઝોનના જુદા જુદા વિસ્તારોમાંથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક વેચાણ કરતા કુલ ૨૦૮ આસામીઓ પાસેથી કુલ ૩૦.૩ કી.ગ્રા. પ્લાસ્ટીક અને રૂ. ૭૫,૧૫૦નો વહીવટી ચાર્જ વસુલ

રાજકોટ તા. ૫ : શહેરના રાજમાર્ગો ઉપર આજે પોલીસ અને કોર્પોરેશનના દબાણ હટાવ વિભાગ તથા વોર્ડ ઓફિસરોની ૯ ટીમોએ એકી સાથે ત્રાટકી અને કુલ ૧૨૫ જેટલા દબાણો દુર કરી અર્ધો લાખનો દંડ વસુલ્યો હતો તથા ૩૭૭ કિલો શાકભાજી અને ફળફળાદીનો નાશ કર્યો હતો.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરથી અનાધિકૃત દબાણો હટાવવા માટે રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરી વોર્ડ વાઈઝ રચવામાં આવેલી દબાણ હટાવ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે ઈસ્ટ ઝોનમાં કોઠારીયા રોડ પરથી વિવિધ ૩૧ પ્રકારના પરચુરણ માલ-સમાન અને શાકભાજી-ફળ,ફૂલ વગેરેનો ૭૫ કી.ગ્રા. જથ્થો જપ્ત કરેલ છે. આ ઉપરાંત ૧૦ જેટલા બોર્ડ-બેનર જપ્ત કરેલ છે, તેમજ ૨,૫૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. સેન્ટ્રલ ઝોનમાં બસ સ્ટેન્ડ રોડ પરથી ૨૮ પ્રકારના માલ-સમાન જપ્ત કરેલ છે. વેસ્ટ ઝોનમાં રૈયા સિમેન્ટ રોડ પરથી વિવિધ ૨૫ પ્રકારના પરચુરણ માલ-સમાન જપ્ત કરેલ છે, તેમજ ૧૧,૦૦૦ઙ્ગ નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.

તેમજ તા. ૪-૦૩-૨૦૨૦ ના રોજ  ઈસ્ટ ઝોનમાં અલગ અલગ બે ટીમ દ્વારા પારેવડી ચોક, કોઠારીયા રોડ, ૮૦ ફૂટ રોડ, ભાવનગર રોડ, પ્રદ્યુમન પાર્ક પરથી વિવિધ ૦૯ પ્રકારના પરચુરણ માલ-સમાન અને શાકભાજી-ફળ,ફૂલ વગેરેનો ૨૪૫ કી.ગ્રા. જથ્થો જપ્ત કરેલ છે. આ ઉપરાંત ૨૨૦ જેટલા બોર્ડ-બેનર જપ્ત કરેલ છે, સેન્ટ્રલ ઝોનમાં જયુબેલી માર્કેટ, ગાયત્રી નગર, ત્રિકોણબાગ, સોરઠીયાવાસી સર્કલ, હનુમાન મઢી રૈયા રોડ અને કોઠારીયા રોડ પરથી ૧૭ પ્રકારના માલ-સમાન-રેકડી જપ્ત કરેલ છે. શાકભાજી-ફળ,ફૂલ વગેરેનો ૫૭ કી.ગ્રા. જથ્થો જપ્ત કરેલ છે. તેમજ ૧૧,૩૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. વેસ્ટ ઝોનમાં રૈયા સિમેન્ટ રોડ, યુનિ. રોડ, પંચાયત ચોક, સાધુવાસવાણી રોડ, કાલાવડ રોડ, રામાપીર ચોકડી ખાતેથી વિવિધ ૫૨ પ્રકારના પરચુરણ માલ-સમાન- રેકડી જપ્ત કરેલ છે, શાકભાજી-ફળ,ફૂલ વગેરેનો ૧૫૫ કી.ગ્રા. જથ્થો જપ્ત કરેલ છે. ૧૫૩ નંગ બોર્ડ-બેનર જપ્ત કરેલ છે, તેમજ ૧૮,૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. મંડપ છાજલી વિગેરે માટે ૮૫૦૦ નો ચાર્જ વસુલ કરેલ છે. આ ઉપરાંત ગ્ય્વ્લ્ ઋત ઉપરથી પણ ૩૦૦૦ વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.

ઙ્ગઅત્રે એ ઉલ્લેખનીય છે કે તા.૦૩-૦૩-૨૦૨૦ ના રોજ મ્યુનિસિપલ કમિશનરશ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કોન્ફરન્શ રૂમમાં J.E.T.(જોઈન્ટ એનફોર્સમેન્ટ ટીમ) ની રચના કરેલ છે.

જેમાં (૧) નાયબ કમિશનર શ્રી એ. આર. સિંહ  (વેસ્ટ) (મો.નં. ૯૪૦૯૭ ૦૦૧૨૩), શ્રી બી. જી. પ્રજાપતિ (ઈસ્ટ) (મો.નં. ૯૭૧૪૫ ૦૩૭૦૩), શ્રી સી. કે. નંદાણી (સેન્ટ્રલ) (મો.નં. ૯૭૧૪૫ ૦૩૭૦૪) (૨) આસી. કમિશનર શ્રી એચ. કે. કગથરા (સેન્ટ્રલ) (મો.નં. ૯૭૧૪૫ ૦૩૭૪૪) (૩) પર્યાવરણ ઈજનેર શ્રી એન. આર. પરમાર (સેન્ટ્રલ) (મો.નં. ૯૬૨૪૭ ૧૮૩૮૩) (૪) ઈ.ચા.આસી. મેનેજર બી. બી. જાડેજા (દબાણ હટાવ વિભાગ) (મો.નં. ૯૬૨૪૦ ૩૭૮૭૮)  (૫) એ.સી.પી. શ્રી ચાવડા સાહેબ (ટ્રાફીક) (મો. નં. ૯૮૭૯૫ ૯૬૬૯૩) તથા (૬) તમામ વોર્ડ ઓફીસરનો સમાવેશ કરાયો છે.

(3:37 pm IST)