Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ગંભીર બિમારીનો ભય છતાં પરીક્ષાર્થી અભય

રાજકોટ : આજથી ધો.૧૦ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે લાખો વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટના વિરાણી હાઈસ્કુલ ખાતે અભય નામનો વિદ્યાર્થી પણ સામા પૂરે તરતો ન હોય તેમ કસોટી આપી રહ્યો છે. અભય તેના નામ પ્રમાણે જ અભય છે. ગંભીર બિમારીના ભય છતાં અભય ધો.૧૦ની પરીક્ષા આપી રહ્યો છે. ભણવામાં ખૂબ હોશિયાર અભય પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરશે જ તેમાં કોઈ શંકા નથી. વિરાણી હાઈસ્કુલ ખાતે તેમને અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થાપકો પણ અભયને સવારે પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીર : અશોક બગથરીયા)

(1:08 pm IST)