Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

હોળી-ધુળેટી બજાર પકડે રંગ :ચીનના સામાનની આવક બંધ : ધીમીગતિએ ગ્રાહકીનો માહોલ: એકંદરે ભાવ સ્થિર

બાળકોમાં છોટા ભીમની લોકપ્રિયતા યથાવત : કાર્ટૂન કેરેક્ટર-મિસાઈલ ટેક્નિકની પીચકારીનો પણ ક્રેઝ

રાજકોટ : ભારતીયોનો પ્રિય તહેવાર હોળી ધુળેટીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે બજારમાં ધીમીગતિએ ગ્રાહકીનો માહોલ બંધાયો છે ધોળી-ધુળેટીના રંગોત્સવની બાળકો અને યુવાનો વિશેષ આનંદ લેતા હોય છે,હોલિકા દહનના બીજા દિવસે ધુળેટીના પર્વે અબાલ વૃદ્ધ સૌકોઈ રંગોત્સવ મનાવે છે અબીલ ગુલાલની છોળો વચ્ચે રંગોનો તહેવાર મનભરી ઉજવાઈ છે

 બજારમાં ઘાણી ખજૂર,સહિતની વસ્તુની ખુબ જ માંગ રહે છે,સાથે ધુળેટી પર્વ માટે રંગો અને પિચકારી સહિતની માંગ પણ ખુબ જોવાઈ છે ત્યારે હાલમાં બજારમાં રોનક જોવાઈ રહી છે રંગબેરંગી પિચકારીની માંગ નીકળી છે

 ઋતુરાજ સીઝન સ્ટોરવાળા હરેશભાઈના કહેવા મુજબ હાલમાં ચીનના સામાનની આવક બિલકુલ બંધ છે ત્યારે ચાઈનીઝ માલની અછત જોવાઈ છે બાળકો માટે અલગ અલગ થીમ આધારિત પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છે બેટ,છોટાભાઈમ,વિવિધ કાર્ટૂન અને મિસાઈલ ટેક્નિક વાળી પીચકારીનું વિશેષ માંગ રહે છે જોકે છોટા ભીમનો લોકપ્રિયતા યથાવત છે પિચકારીમાં અલગ અલગ ફંક્શન ધરાવતી અંદાજે 50થી 60 વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે જેમાં ફેન્સી,ગન હેન્ડલ ,બાંસુરી અને સ્પાઇડરમેન સહિતની વેરાયટી બાળકોને મોહી રહી છે

(11:57 am IST)