Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

વૈષ્ણવોમાં હરખની હેલી :કાલે પૂર્વ વિસ્તારમાં પૃષ્ટિ વસંત મહોત્સવ : હોરી-રસિયા -ફૂલફાગ

પૂ,રુચિરબાવાશ્રીના સાનિધ્યમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય કોમ્યુ,હોલમાં દિવ્ય આયોજન

પૃષ્ટિ વસંત મહોત્સવ અંતર્ગત હોરી-રસિયા-ફૂલફાગનું દિવ્ય આયોજન અંગે અકિલા કાર્યાલય ખાતે વિગતો વર્ણવતા શ્રી વલ્લભાચાર્ય ફાઉન્ડેશનના અગ્રણીઓ તસ્વીરમાં નજરે પડે છે ,( તસ્વીર સંદીપ બગથરીયા )

રાજકોટ : વૈષ્ણવોમાં હરખની હેલી છવાઈ છે વસંત પંચમીથી હોરી ધુળેટી સુધી સળંગ 40 દિવસ પૃષ્ટિ માર્ગમાં હોરી રસિયાં જે વ્રજમાં લોકગીતગાન છે અને સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયમાં અનેરા ઉત્સવ જેમ ઉજવાઈ છે જેમાં ધમાર રસિયા સહિતના ક્રમનો લાભ મળે છે તેવા હોરી રસિયા-ફૂલફાગનું  શ્રી વલ્લભાચાર્ય ફાઉન્ડેશન પૂર્વ ઝોન દ્વારા પૃષ્ટિ વસંત મહોત્સવ અંતર્ગત કાલે પૂ,રુચિરબાવાશ્રીના સાનિધ્યમાં હોરી-રસિયા-ફૂલફાગનું દિવ્ય આયોજન થયેલ છે

 આ અંગે અકિલા કાર્યાલયે શ્રી વલ્લભાચાર્ય ફાઉન્ડેશન પૂર્વ ઝોનના અગ્રણીઓ વિગતો આપતા જણાવ્યું હતું કે ચરણાટ હવેલીએ બિરાજતા વૈષ્ણવાચાર્ય પૂ,ગો,શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીના આશીર્વાદ સાથે પૂ,ગો,શ્રી મધુસુદન લાલજી ( શ્રી રુચિરબાવાશ્રી ) મહોદયના દિવ્ય સાનિધ્યમાં રાજકોટના પૂર્વ વિસ્તાર સામાકાંઠે પેડક રોડ પર અટલ બિહારી વાંજેપેઇ પાછળ શ્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાય કોમ્યુ,હોલ ખાતે કાલે તા,6ને શુક્રવારે રાત્રે 8 થી 11 દરમિયાન હોરી-રસિયા-ફૂલફાગ મહોત્સવનું આયોજન કરેલ છે

  પૂ, રુચિરબાવાશ્રીના દિવ્ય સાનિધ્યમાં આયોજિત આ પૃષ્ટિ વસંત મહોત્સવના દિવ્ય ક્રમનો સમસ્ત વૈષ્ણવોને લાભ લેવા વલ્લભચાર્ય ફાઉન્ડેશન પૂર્વ ઝોન દ્વારા અનુરોધ કરાયો છે

 અકિલા કાર્યાલય ખાતે શ્રી વલ્લભચાર્ય ફાઉન્ડેશનના અરવિંદભાઈ ભેંસાણિયા ( કોર્પોરેટર ) સુરેશભાઈ રૈયાણી ( પૂર્વ કોર્પોરેટર ) અરવિંદભાઈ પાટડીયા ,વિનુભાઈ પાટડીયા ,ઉદયભાઈ માંડલિયા અને મેહુલ ભગત ઉપસ્થિત રહ્યાં હતા

(11:37 am IST)